India

NEETની તૈયારીમાં કોઈ ફિક્સ પ્લાન નહીં, માત્ર અપનાવ્યો આ ફોર્મ્યુલા અને બની ગયો સ્ટેટ ટૉપર

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
જો તમે કોઈપણ ફિલ્ડમાં સફળ થવા ઈચ્છો તો, તમારે સખત મહેનત કરવી પડશે અને સાચી દિશામાં આગળ વધવું પડશે. તો જ તમને સફળતા મળી શકે છે. ત્યારે આજ પ્રકારે કર્ણાટકના નિખિલ સોન્નાડે NEET પરીક્ષામાં સફળતા મેળવી. તેણે આ પરીક્ષામાં 17મો ક્રમ મેળવ્યો છે. તેની સફળતાનું મુખ્ય કારણ સખત મહેનત, અભ્યાસમાં સતત પ્રયત્નો અને તેના શિક્ષકો અને માતાપિતાનો સહયોગ હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

NEETની તૈયારીમાં કોઈ ફિક્સ પ્લાન નહીં, માત્ર અપનાવ્યો આ ફોર્મ્યુલા અને બની ગયો સ્ટેટ ટૉપર

NEET Success Story:  જો તમે કોઈપણ ફિલ્ડમાં સફળ થવા ઈચ્છો તો, તમારે સખત મહેનત કરવી પડશે અને સાચી દિશામાં આગળ વધવું પડશે. તો જ તમને સફળતા મળી શકે છે. ત્યારે આજ પ્રકારે કર્ણાટકના નિખિલ સોન્નાડે NEET પરીક્ષામાં સફળતા મેળવી. તેણે આ પરીક્ષામાં 17મો ક્રમ મેળવ્યો છે. તેની સફળતાનું મુખ્ય કારણ સખત મહેનત, અભ્યાસમાં સતત પ્રયત્નો અને તેના શિક્ષકો અને માતાપિતાનો સહયોગ હતો.

આ પણ વાંચો : દિવ્યાંગ બાળકોનું ગીત સાંભળીને ભાવુક થયા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, વાયરલ થયો વીડિયો

NEET માં મેળવ્યા 720 માંથી 670 ગુણ

NEET UG માં 720 માંથી 670 ગુણ મેળવનાર નિખિલ કર્ણાટકના વિજયપુરાનો રહેવાસી છે. તેણે વિજ્ઞાન પ્રવાહમાં II PU પરીક્ષામાં 98.3% ગુણ મેળવ્યા હતા. આ ઉપરાંત તેણે CET-2025 માં B.Sc (કૃષિ) માં પણ 8મો ક્રમ મેળવ્યો છે. તેણે ક્યારેય અભ્યાસ માટે કોઈ ફિક્સ શેડ્યૂલ કે સમય રાખ્યો નહોતો. આ વર્ષે NEET પરીક્ષા ખૂબ પડકારરુપ હતી, જેમાં ખાસ કરીને ફિઝિક્સના પ્રશ્નો અઘરા હતા, પરંતુ તેણે ગભરા્યા વિના પ્રશ્નોને કાળજીપૂર્વક સમજ્યા અને ઉકેલ્યા હતા. 

મજબૂત આધાર અને પ્રોબ્લેમ સોલ્વની ટેકનીક 

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં  શાનદાર પ્રદર્શન કરનાર નિખિલે પોતાના અભ્યાસમાં વિષયોનો મજબૂત પાયો બનાવવા પર ખાસ ધ્યાન આપ્યું. તેણે શરૂઆતથી જ તેણે સમસ્યાઓ ઉકેલવાનું શરૂ કરી દીધું. જેના કારણે તેને વર્ગખંડમાં શીખેલા સિદ્ધાંતોને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં સરળતાથી સમજવા અને લાગુ કરવામાં મદદ મળી.

આ પણ વાંચો : ઇઝરાયલ-ઈરાન બબાલથી ગભરાયું પાકિસ્તાન ! ટ્રમ્પ સાથેની બેઠકમાં મુનીરે કહ્યું, ‘ઈરાનમાં સત્તા પલટો થશે તો...’

શિક્ષકોનું માર્ગદર્શન અને નિયમિત મોક ટેસ્ટ

વિજયપુરાના રહેવાસી નિખિલે કહ્યું કે, આ અભ્યાસ દરમિયાન વર્ગમાં જે કંઈ શીખતો હતો, તે તેને કાળજીપૂર્વક સમજતો હતો અને તેને વારંવાર પુનરાવર્તન કરતો હતો. જ્યારે તે કોઈ સમસ્યા હલ કરી શકતો ન હતો, ત્યારે શિક્ષકો તેને બીજા દિવસે મદદ કરતા હતા. આ ઉપરાંત, કોલેજમાં નિયમિત મોક ટેસ્ટ લેવાથી પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોના પ્રકારને સમજવામાં ઘણી મદદ મળી.