NEET UG માં 99.99 પર્સન્ટાઈલ આવ્યા, છતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, કહ્યું- મારે ડૉક્ટર નથી બનવું
NEET Topper Suicide: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના સિંદેવાહી તાલુકાના રહેવાસી 19 વર્ષીય અનુરાગ અનિલ બોરકારે NEET UG 2025માં 99.99 પર્સન્ટાઈલ મેળવીને ઓબીસી કેટેગરીમાં ઓલ ઈન્ડિયા 1475મો રેન્ક હાંસલ કર્યો હતો. આ સફળતા પછી તે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એમબીબીએસ કરવાની તૈયારી કરી રહ્યો હતો. જો કે, ગોરખપુર જતા પહેલા તેણે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.
આ પણ વાંચો: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર, કેન્દ્ર સરકાર દિવાળીનું બોનસ જાહેર કરે તેવી શક્યતા
વિદ્યાર્થીની ઓળખ અનુરાગ અનિલ બોરકર તરીકે થઈ
મળતી વિગતો પ્રમાણે, વિદ્યાર્થીની ઓળખ અનુરાગ અનિલ બોરકર તરીકે થઈ છે. તેને ઉત્તર પ્રદેશના ગોરખપુરની એક કોલેજમાં એડમિશન લેવાનું હતું. જોકે, આ પૂર્વે ઘરેથી નીકળતા પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી.
NEET પરીક્ષા પાસ કરી
અનુરાગે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, તે ડૉક્ટર બનવા નહોતો માંગતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અનુરાગે 2025 ની NEET UG પરીક્ષામાં 99.99 ટકા મેળવ્યા હતા. OBC કેટેગરીમાં અનુરાગે નીટમાં ઓલ ઇન્ડિયા રેન્ક 1475 મેળવ્યો હતો.
પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી
મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા પ્રમાણે, ગોરખપુર જવાના એક દિવસ પહેલા અનુરાગે પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી. અનુરાગ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જો કે અધિકારીઓએ તે વિગતો મીડિયા સમક્ષ રજૂ નથી કરી. પોલીસ સૂત્રોએ ઓફ ધ રેકોર્ડ જણાવ્યું છે કે, અનુરાગે લખ્યું હતું કે, તે ડૉક્ટર બનવા માંગતો ન હતો. પોલીસ આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.