NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન
NEET PG 2025 Exam Guidelines: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) આવતીકાલે 3 ઓગસ્ટના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટગ્રેજ્યુએટ એટલે કે NEET PG 2025ની પરીક્ષા યોજાશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 1:45 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં લેવામાં આવશે. NBEMSએ વિદ્યાર્થીઓને પરીક્ષાના નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા એક કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા જણાવ્યું છે.
પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા
- ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર તેમના NEET PG એડમિટ કાર્ડની હાર્ડ કોપી લાવવાની રહેશે.
- ડ્રેસ કોડ મુજબ કપડાં પહેરીને આવવું.
- પરીક્ષા ખંડમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કેલ્ક્યુલેટર, કાગળ, સ્ટેશનરી, ખોરાક અથવા અન્ય વસ્તુઓની મંજૂરી નથી.
- પરીક્ષા કેન્દ્રમાં મોડા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. જેના માટે NBEMS જવાબદાર રહેશે નહીં.
- 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.
- દર વર્ષે બે લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપે છે. ઉમેદવારોએ 26,699 ડોક્ટર ઓફ મેડિસિન (MD), 13886 માસ્ટર ઓફ સર્જરી (MS) અને 922 PG ડિપ્લોમા બેઠકો પર પ્રવેશ માટે NEET PG પરીક્ષા પાસ કરવી પડશે.
આ પણ વાંચો: સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો
NEET PG 2025 પરીક્ષા પેટર્ન
NEET PG પરીક્ષા કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. પરીક્ષામાં 800 ગુણના 200 બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે. પ્રશ્નપત્રને 5 વિભાગોમાં વહેંચવામાં આવશે. માર્કિંગ સ્કીમ મુજબ, દરેક સાચા જવાબ માટે ચાર ગુણ આપવામાં આવશે અને દરેક ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ તરીકે એક ગુણ કાપવામાં આવશે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી NBEMSની સત્તાવાર વેબસાઈટ nbe.edu.in પરથી મેળવી શકાશે.