Get The App

સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો 1 - image


Sant Premanand Maharaj News: મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક યુવકે વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારવાની ધમકી આપનારા સતનાના યુવકની પોસ્ટથી હોબાળો ઉભો કરી દેવાયો છે. યુવકે ફેસબુક પર એક કોમેન્ટના જવાબમાં ટિપ્પણી કરતા સંતનું ગળું કાપવાની વાત કરી, જે ઝડપથી વાયરલ થઈ ગઈ.

આરોપી વિરૂદ્ધ એક્શન લેવાની માગ ઉઠી રહી છે. રીવા-સતનાના શ્રદ્ધાળુ અને સામાજિક સંગઠનોએ આરોપી યુવક પર કડક કાર્યવાહીની માગ કરી છે. ત્યારે પોલીસે ફરિયાદ મળવા પર કાર્યવાહીની વાત કરી છે.

સંત પ્રેમાનંદ મહારાજનો વીડિયો વાયરલ

જણાવી દઈએ કે, સંત પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં યુવાનોને મર્યાદિત આચરણ અને નૈતિક જીવન જીવવાની સલાહ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'આજકાલ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ, બ્રેકઅપ અને પેચઅપનું ચલણ વધી ગયું છે, જેનાથી યુવાનો ભટકી રહ્યા છે.' પ્રેમાનંદ મહારાજની સલાહ પર સતના નિવાસી શત્રુઘ્ન સિંહે ગુરૂવારે (31 જુલાઈ) પોસ્ટ કરીને લખ્યું કે, આખા સમાજની વાત છે.

આ પણ વાંચો: 100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે... પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચર્ચા

સતનાના યુવકે ગળું કાપવાની આપી ધમકી

સંતની વાતો પર યુવકે કહ્યું કે, 'મારા ઘર અંગે બોલ્યું હોત તો પ્રેમાનંદ હોત કે કોઈ બીજું હું તેનું ગળું કાપી નાખત.' આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. જેના પર આકરી પ્રતિક્રિયાઓ પણ સામે આવી.

સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે પ્રેમાનંદ મહારાજ

વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજ પોતાના પ્રવચનને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. હાલમાં તેમણે એક પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, જે લોકો પોતાના સારા કામકાજ છોડીને ભક્તિ કરવા ઇચ્છે તો લોકો કામચોર છે. તેવા લોકો ભક્ત નથી કહેવાતા. ભગવાનની ભક્તિ જરૂર છે પરંતુ પોતાના કર્તવ્યોનું પાલન કરવું પણ વધુ જરૂરી છે.'

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યો કોહલી, આશ્રમમાં ત્રણેક કલાક વિતાવ્યા

Tags :