Get The App

છેક ત્રીજી ઑગસ્ટે થશે NEET-PGની પરીક્ષા, સુપ્રીમ કોર્ટે NBEની માગ સ્વીકારી કહ્યું- ફરીથી સમય નહીં મળે

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
છેક ત્રીજી ઑગસ્ટે થશે NEET-PGની પરીક્ષા, સુપ્રીમ કોર્ટે NBEની માગ સ્વીકારી કહ્યું- ફરીથી સમય નહીં મળે 1 - image


NEET PG Exam: 15મી જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટ ગ્રેજ્યુએટ (NEET PG) પરીક્ષા હવે ત્રીજી ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાશે. સુપ્રીમ કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ(NBE)ને નીટ પીજી પરીક્ષા યોજવાની સમયમર્યાદા લંબાવવાની મંજૂરી આપી છે. આ પરીક્ષા 15મી જૂન 2025માં બે શિફ્ટમાં યોજાવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાનો નિર્દેશ આપ્યા બાદ તેને મુલતવી રાખવામાં આવી હતી. 



સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ કેસની સુનાવણી કરી. બેન્ચે સ્પષ્ટ કર્યું કે, 'NBEને પરીક્ષાની તારીખ માટે વધુ કોઈ સમયમર્યાદા આપવામાં આવશે નહીં. એટલે કે, પરીક્ષાની તારીખ ફરીથી મુલતવી રાખી શકાતી નથી.'

આ પણ વાંચો: PM મોદીએ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો


ત્રીજી ઑગસ્ટે સવારે 9થી 12:30 વાગ્યા સુધી પેપર લેવાશે

NBEMSએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે એક જ શિફ્ટમાં પરીક્ષા લેવા માટે વધારાના પરીક્ષા કેન્દ્રો, નિરીક્ષકો, સુરક્ષા કર્મચારીઓ અને ટેકનિકલ વ્યવસ્થાની જરૂર પડશે. આ માટે NBEMSએ તેના ટેકનિકલ ભાગીદાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) સાથે મળીને ત્રીજી ઑગસ્ટના રોજ પરીક્ષા યોજવાની તારીખનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, કોર્ટે NBEMSના આ પ્રસ્તાવને સ્વીકાર્યો અને ત્રીજી ઑગસ્ટ, 2025ના રોજ સવારે 9:00થી બપોરે 12:30 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવાની મંજૂરી આપી.

અગાઉ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, 30મી મે 2025ના રોજ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, 'બે શિફ્ટમાં પરીક્ષા યોજવી એ મનમાની છે, કારણ કે અલગ અલગ શિફ્ટમાં પ્રશ્નપત્રોની મુશ્કેલીના સ્તરમાં અંતર હોઈ શકે છે. કોર્ટે નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ(NBEMS)ને એક જ શિફ્ટમાં પરીક્ષા લેવા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પૂરતી સંખ્યામાં સુરક્ષિત પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો હતો.

છેક ત્રીજી ઑગસ્ટે થશે NEET-PGની પરીક્ષા, સુપ્રીમ કોર્ટે NBEની માગ સ્વીકારી કહ્યું- ફરીથી સમય નહીં મળે 2 - image

Tags :