કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NCRB farmer suicide report 2024: ભારતને કૃષિપ્રધાન દેશ માનવામાં આવે છે. પરંતુ આ કૃષિપ્રધાન દેશમાં જ દરરોજ 28 ખેડૂત કે ખેતમજૂરે આપઘાત કરીને મોતની સોડ તાણવી પડે છે! એનસીઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટના આંકડામાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
દેશમાં વધતા ખેડૂત આપઘાત
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં વર્ષ 2024માં 4633 ખેડૂતો તથા 5913 ખેતમજૂરો મળીને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા કુલ 10,546 લોકોએ આપઘાત કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પણ દાવો કર્યો છે કે રાજ્યમાં ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે અને ખેતમજૂરોની સંખ્યામાં મોટો વધારો થયો છે.
| વર્ષ | ખેડૂત | ખેતમજૂર | કુલ |
| 2020 | 5,579 | 5,098 | 10,677 |
| 2021 | 5,318 | 5,563 | 10,881 |
| 2022 | 5,207 | 6,083 | 11,290 |
| 2023 | 4,990 | 6,096 | 11,086 |
| 2024 | 4,633 | 5,913 | 10,546 |
આ પણ વાંચો: પંજાબમાં કેબિનેટ મંત્રીના ઘરો વહેલી સવારે ED ત્રાટકી, ભગવંત માન ભાજપ પર બગડ્યાં
સૌરાષ્ટ્રમાં ખેડૂત આપઘાતનું ઊંચું પ્રમાણ
વર્ષ 2001માં ગુજરાતમાં 51.61 લાખ ખેતમજૂરો નોંધાયા હતા, જે વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર વધીને 68.39 લાખે પહોંચી ગયા છે. ગુજરાતમાં એક વર્ષમાં 381 ખેડૂતોએ આપઘાત કર્યો હતો, જેમાં અડધાથી વધુ કેસ સૌરાષ્ટ્ર વિસ્તારના છે. વાતાવરણને કારણે પાક નુકસાની અને સહાયમાં વિલંબને લીધે ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાઈને આ અંતિમ પગલું ભરે છે.









