Get The App

I.N.D.I.A. માં સામેલ કદાવર નેતાની પાર્ટીએ જાહેર કરી ત્રીજી યાદી, દીકરીને આપી અહીંથી ટિકિટ

Updated: Apr 10th, 2024

GS TEAM


Google News
Google News
I.N.D.I.A. માં સામેલ કદાવર નેતાની પાર્ટીએ જાહેર કરી ત્રીજી યાદી, દીકરીને આપી અહીંથી ટિકિટ 1 - image


Lok Sabha Elections 2024 | મહારાષ્ટ્રમાં I.N.D.I.A. ગઠબંધનના સહયોગી એનસીપી (શરદચંદ્ર પવાર પાર્ટી) એ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શરદ પવારની દીકરી સુપ્રિયા સૂળેનું નામ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે બારામતી લોકસભા બેઠક પર નણંદ-ભાભી વચ્ચે જંગ જામશે. સુપ્રિયા સૂળે વિરુદ્ધ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડવાના છે. 

ક્યાંથી લડશે સુપ્રિયા? 

માહિતી અનુસાર સુપ્રિયા સુલેને બારામલી લોકસભા બેઠકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે અમલ કાલેને વર્ધાથી, ભાસ્કર ભગરેને દિંડોરી, અમોલ કાલ્હેને શિરુર, નિલેશ લંકેને અહેમદનગર, બજરંગન સોનવર્ણને બીડ, સુરેશ ઉર્ફે બાલ્યા મામા મ્હાત્રેને ભિવંડી, શશિકાંત શિંદેને સતારા તથા શ્રીરામ પાટિલને રાવેર લોકસભા બેઠકથી ઉમેદવાર બનાવાયા છે. 

I.N.D.I.A. માં સામેલ કદાવર નેતાની પાર્ટીએ જાહેર કરી ત્રીજી યાદી, દીકરીને આપી અહીંથી ટિકિટ 2 - image

Tags :