Get The App

VIDEO: રિયલ લાઈફ ‘Dhoom’ સ્ટાઈલ ચોરીનો વીડિયો વાયરલ, દોડતી ટ્રક પર ચઢ્યા ને ચોરી કરીને રફૂચક્કર

Updated: May 25th, 2024

GS TEAM

Google News
Google News
VIDEO: રિયલ લાઈફ ‘Dhoom’ સ્ટાઈલ ચોરીનો વીડિયો વાયરલ, દોડતી ટ્રક પર ચઢ્યા ને ચોરી કરીને રફૂચક્કર 1 - image


Shajapur National Highway Robbery : મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં આગરા-મુંબઈ હાઈવે પર એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. અહીં બાઈક પર સવાર ત્રણ ચોરોએ ચાલુ ટ્રકમાંથી ચોરી કર્યા બાદ રફૂચક્કર થઈ ગયા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. એક કાર સવાર દ્વારા આ ચોરીની ઘટનાનું રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઈ છે. વાયરલ થયેલા વીડિયોમાં ચોરો રોડની કિનાર તરફ જતા ટ્રકમાંથી સામાનની ચોરી કરતા જોવા મળી રહ્યા છે. 

ધૂમ સ્ટાઈલ ચોરીનો વીડિયો વાયરલ

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ત્રણ બાઈક સવારોમાંથી બે ચોર ટ્રકમાં સામાનની ચોરી કરતા અને પછી સામાન રોડ પર ફેંકી રહ્યા છે. આ દરમિયાન ત્રીજો ચોર ટ્રકની પાછળ બાઈક ચલાવતો દેખાય છે. બાદમાં થોડી જ મિનિટોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ટ્રક પર ચઢેલા બે ચોર ઝડપથી ચાલુ ટ્રકમાંથી નીચે ઉતરે છે. એટલું જ નહીં બંને ચોર ચાલુ ટ્રકમાંથી ચાલુ બાઈક પર ઉતરી પોતાના જીવ જોખમમાં નાંખી રહ્યા છે.

અગાઉ પણ આવી રીતે થઈ હતી ચોરી

ઉલ્લેખનીય છે કે, આ ચોર હાઈવે પર સામાન ભરેલા વાહનોને અવારનવાર નિશાન બનાવતા રહે છે. અગાઉ ટ્રક ચાલકોએ ઘણી ફરિયાદો કરી છે. જો કે ફરી આવી ઘટના બન્યા બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ આ પ્રકારની ચોર ગેંગે આગરા મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકમાંથી અનેક મોટી ચોરીને અંજામ આપ્યો છે. આ હાઈવે પર રોજેરોજ ચોરીના બનાવો બની રહ્યા છે, પરંતુ પોલીસ આ અંગે કોઈ કાર્યવાહી કરતી નથી એવો ટ્રક ટ્રાન્સપોર્ટરોનો આરોપ છે.  

Tags :