India

ભારતના ખેડૂતોએ પરાળી સળગાવવા નાસાના સેટેલાઇટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો

By GS TEAM
16 Dec 20252 mins read
TukuTouch Logo
રાજધાની દિલ્હીની હવા હાલ ખતરનાક પ્રદુષણના કારણે ઝેરી બની ગઈ છે. અનેક વખત સરકાર દિલ્હીમાં વધતાં પ્રદૂષણ માટે ખાસ કરીને પરાળીને જવાબદાર ઠેરવે છે ત્યારે ઉત્તર ભારતમાં પરાળી સળગાવવાની રીત હવે બદલાઈ ગઈ છે. આ નવી રીત વાયુ પ્રદૂષણ માટે ગંભીર પડકાર સાબિત થઈ શકે છે. NASA(નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના વૈજ્ઞાનિકોએ ઉપગ્રહના ડેટા વિશ્લેષણ બાદ ઘટસ્ફોટ કર્યો છે કે પંજાબ અને હરિયાણામાં ખેડૂતો હવે પરાળી સાંજના 4થી 6 વચ્ચે સળગાવે છે. આ સમય MODIS અને VIIRS જેવા મોનિટરિંગ ઉપગ્રહોના પસાર થયા પછીનો છે, જે દિવસમાં ફક્ત એક કે બે વાર જ જેતે વિસ્તારને સ્કેન કરે છે. પરિણામે, મોડી સાંજે લાગેલી આગને સંપૂર્ણપણે ટ્રેક કરવી કઠિન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના ખેડૂતોએ પરાળી સળગાવવા નાસાના સેટેલાઇટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો

Nasa Report on stubble burning: રાજધાની દિલ્હીની હવા હાલ ખતરનાક પ્રદુષણના કારણે ઝેરી બની ગઈ છે. અનેક વખત સરકાર દિલ્હીમાં વધતાં પ્રદૂષણ માટે ખાસ કરીને પરાળીને જવાબદાર ઠેરવે છે ત્યારે ઉત્તર ભારતમાં પરાળી સળગાવવાની રીત હવે બદલાઈ ગઈ છે. આ નવી રીત વાયુ પ્રદૂષણ માટે ગંભીર પડકાર સાબિત થઈ શકે છે. NASA(નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના વૈજ્ઞાનિકોએ ઉપગ્રહના ડેટા વિશ્લેષણ બાદ ઘટસ્ફોટ કર્યો છે કે પંજાબ અને હરિયાણામાં ખેડૂતો હવે પરાળી સાંજના 4થી 6 વચ્ચે સળગાવે છે. આ સમય MODIS અને VIIRS જેવા મોનિટરિંગ ઉપગ્રહોના પસાર થયા પછીનો છે, જે દિવસમાં ફક્ત એક કે બે વાર જ જેતે વિસ્તારને સ્કેન કરે છે. પરિણામે, મોડી સાંજે લાગેલી આગને સંપૂર્ણપણે ટ્રેક કરવી કઠિન છે. 

સત્તાવાર ડેટા પર સવાલો

તાજેતરમાં થિંક ટેન્ક iForest દ્વારા કરાયેલા એક અભ્યાસમાં આ મુદ્દે મોટો ખુલાસો થયો છે, જેના મુજબ, ખેડૂતો સત્તાવાર રૅકોર્ડમાં આગની સંખ્યા ઘટાડવા માટે ઉપગ્રહો પસાર થયા પછી જાણી જોઈને પરાળીને આગ ચાંપે છે. MODIS અને VIIRS ડેટા પર આધારિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા(IARI)ના ડેટામાં 2021થી પંજાબ અને હરિયાણામાં સક્રિય આગની સંખ્યામાં 90% ઘટાડો જોવા મળ્યો છે. જો કે, iForest, ભૂસ્તરશાસ્ત્રીય ઉપગ્રહ ડેટાનો ઉપયોગ કરીને, જાણવા મળ્યું કે મોટાભાગની આગ બપોરે 3 વાગ્યા પછી લાગે છે. માટે સત્તાવાર રૅકોર્ડમાં કોઈ ગણતરી થતી નથી. 

દાવો 95 ટકાનો, સત્ય 35 ટકાનું!

અભ્યાસ મુજબ, 2025માં પંજાબમાં લગભગ 20,000 ચોરસ કિલોમીટર અને હરિયાણામાં 8,800 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પરાળી બાળવામાં આવી હતી. જોકે પરાળી સળગાવવાની ઘટનામાં 25થી 35 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ આ 95 ટકા ઘટાડાના સત્તાવાર દાવાથી ઘણું અલગ છે.

'સાંજે પરાળી બાળવાથી સવારની હવા ઝેરી બને છે'

નાસાના આ ખુલાસા બાદ નિષ્ણાતો પણ પ્રદૂષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે 'મોડી સાંજે પરાળી બાળવાથી તેના કણો રાતભર હવામાં રહે છે. ઠંડી, સ્થિર હવા આ કણોને જમીનની નજીક રાખે છે ઉપર કે વિખેરાઈ જવા દેતી નથી, જેના કારણે સવારની હવા વધુ ઝેરી બને છે. આ પરિસ્થિતિ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં શિયાળાના ધુમ્મસને વધુ ખતરનાક બનાવે છે.'

આ પણ વાંચો: IPL-2026 Auction : કેમરન ગ્રીન IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, જુઓ TOP-10 યાદી

નિષ્ણાતોના મતે હાલની પ્રક્રિયામાં ફેરફાર કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. અત્યારે ફક્ત દિવસની આગ ટ્રેક થાય છે, જ્યારે સાંજે લાગેલી આગનો ડેટા હવાની માફક ગાયબ રહે છે. જેથી સાચા ડેટા મળતા નથી અને દર વર્ષે શિયાળામાં પ્રદૂષણમાં મોટો વધારો થાય છે. જેનો હિસ્સો 5થી 10 ટકાનો છે.