Get The App

મહારાષ્ટ્રમાં 'દાદા' ફરી સૌને ચોંકાવશે? પૂણેથી લઈને મુંબઈ સુધી રાજકારણમાં હલચલ તેજ

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં 'દાદા' ફરી સૌને ચોંકાવશે? પૂણેથી લઈને મુંબઈ સુધી રાજકારણમાં હલચલ તેજ 1 - image


Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. પૂણેથી મુંબઈ સુધીના રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, કાકા-ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજિત પવાર (Sharad Pawar And Ajit Pawar) ફરી એક થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી આ અટકળો હવે નિર્ણાયક તબક્કે પહોંચી હોય તેમ લાગે છે.

બંને NCPના વિલય માટે ગુપ્ત બેઠક યોજાઈ : મેયરનો દાવો

પૂણેના પૂર્વ મેયર દત્તા ધનકાવડે દાવા સાથે કહ્યું છે કે, ‘એનસીપીના બંને જૂથોના વિલય અંગેની ગુપ્ત બેઠકો પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે. શરદ પવાર જૂથના ઉમેદવારો હવે 'ઘડિયાળ'ના ચિહ્ન પર આગામી નગરપાલિકાની ચૂંટણી લડી શકે છે. આ જાહેરાત ગમે તે ક્ષણે થઈ શકે છે અને કાર્યકરોમાં પણ હવે કોઈ અસંતોષ રહ્યો નથી.’

આ પણ વાંચો : સોના-ચાંદીની કિંમતમાં જબરદસ્ત વધારો, હજુ પણ કિંમતો વધશે

મુંબઈમાં હાઇ-પ્રોફાઇલ બેઠકોનો દોર

મુંબઈમાં શરદ પવારના નિવાસસ્થાન 'સિલ્વર ઓક' ખાતે પણ બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. આ બેઠકમાં જયંત પાટિલ, શશિકાંત શિંદે અને રાજેશ ટોપે જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક દરમિયાન જ અજિત પવારે રાજેશ ટોપે સાથે ફોન પર વાતચીત કરી હતી, જેણે આ વિલયની શક્યતાઓને વધુ બળ આપ્યું છે.

આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને કેટલું ફંડ મળ્યું, જાણો

Tags :