ભારે વરસાદથી થંભી ગયું મુંબઈ: ઠેર ઠેર કમરસમા પાણી, શાળા-કોલેજો બંધ, ફ્લાઈટ્સ પર પણ અસર
Mumbai Rain Update: અનેક રાજ્યોમાં વરસાદની ધડબડાટી શરૂ છે, પરંતુ આ હાલ મહારાષ્ટ્ર સૌથી વધુ ભારે વરસાદના કારણે પ્રભાવિત જોવા મળી રહ્યું છે. અહીં અત્યાર સુઘીમાં 7 લોકોના મોત નિપજ્યા છે અને 200થી વધુ લોકો આ તબાહીમાં ફસાયા છે. માયાનગરી મુંબઈની રફતાર વરસાદના કારણે થંભી ગઈ છે, જેના કારણે કોર્પોરેશનની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દેશની આર્થિક રાજધાનીના અનેક ભાગોમાં હજુય સતત વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર
મંબઈના રસ્તા જળમગ્ન
ક્યારેય ન રોકાતા મુંબઈના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, એટલું પાણી ભરાઈ ગયું છે કે, અનેક જગ્યાએ ગાડીઓ ફસાઈ ગઈ છે. મુંબઈની અંધેરી સબવેમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અંધરી સબવે બંધ કરી દેવું પડ્યું. આ સિવાય પાણી ભરાઈ જવાના કારણે ચેંબુરની એક હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકો પોતાના બીમાર પરિજનોને પીઠ પર તેડીને બીએમસી સંચાલિત માં હોસ્પિટલ સુધી પહોંચાડતા જોવા મળ્યા હતા.
અનેક ફ્લાઇટ પ્રભાવિત
મુંબઈમાં ખરાબ હવામાનના કારણે અનેક ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. એરપોર્ટ સુધી જતા અનેક રસ્તા પર હજું પણ પાણી ભરાયેલા છે. જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ઈન્ડિગોના જણાવ્યા અનુસાર, વરસાદના કારણે અરાઇવલ અને ડિપાર્ચર બંનેમાં મોડું થઈ રહ્યું છે. ઈન્ડિગોએ યાત્રા કરનારા લોકોને વેબસાઇટના માધ્યમથી પોતાની ફ્લાઇટ પર નજર રાખવાની સલાહ આપી છે.
આ પણ વાંચોઃ એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી
અધિકારીઓએ જણાવ્યું કે, ઠાણે જિલ્લામાં કલ્યાણના પહાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું, જેના કારણે ચાર ઘરોને નુકસાન થયું છે. જોકે, કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ભારતીય હવામાન વિભાગ દ્વારા ઠાણે અને પાલઘર જિલ્લામાં 18-19 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાદમાં અધિકારીઓએ મંગળવારે શાળા-કાલેજ બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે. વળી, મુંબઈમાં હવામાન વિભાગ 17-21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને સંપૂર્ણ રીતે સાવધાન રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નાંદેડ જિલ્લામાં સતત વરસાદના કારણે 200થી વધુ લોકો ફસાયા છે, જેના કારણે બચાવ કામગીરી માટે સેનાને બોલાવવી પડી હતી.