Get The App

મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, કાવડિયાઓના ટોળાને ડમ્પરે કચડ્યું, બેના ઘટનાસ્થળે મોત, 9 ઈજાગ્રસ્ત

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના, કાવડિયાઓના ટોળાને ડમ્પરે કચડ્યું, બેના ઘટનાસ્થળે મોત, 9 ઈજાગ્રસ્ત 1 - image


MP Accident: મધ્ય પ્રદેશના સિવનીમાં એનએચ 44માં ચોરગરઠિયા ગામમાં ગુરૂવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉત્તર પ્રદેશના બનારસથી મહારાષ્ટ્રના અકોલા પરત ફરી રહેલા કાવડિયાઓને ડમ્પરે કચડી નાંખ્યા હતા, જેમાં ઘટનાસ્થળે બે લોકોના મોત નિપજ્યા હતા અને 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલ, તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.

આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ઊંડી ખીણમાં ખાબકતાં 6 લોકોના દર્દનાક મોત

શું હતી ઘટના?

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના 30-35 કાવડિયા બનારસથી પાણી લઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન NH 44 પર સેન્ટર પોઇન્ટ હોટલની સામે થયો હતો અકસ્માત સર્જાયો હતો. ગુરૂવારે (7 ઓગસ્ટ) રાત્રે 10 વાગ્યે રાત્રિભોજન કર્યા પછી કાવડિયઓ મહારાષ્ટ્ર તરફ આગળ વધવા લાગ્યા કે તરત જ એક ઝડપી ડમ્પરે કાવડિયાઓની પાછળ દોડતા ટ્રેક્ટરને ટક્કર મારી, ડમ્પર સાથે અથડાયા બાદ ટ્રેક્ટર કાવડિયો પર આવીને પડ્યું. જેમાં 2 ઘટનાસ્થળે જ  મૃત્યુ પામ્યા અને 9 ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્ત કાવડિયાઓને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા જ્યાં બે લોકોના મોત થયા. 9 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, જેમાંથી ત્રણની સ્થિતિ ગંભીર છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એકજૂટ થયા અલ્હાબાદ હાઈકોર્ટના 13 જજ, ફુલ કોર્ટ બેઠક બોલાવવા માગ

ઘટના સ્થળે પહોંચ્યા અધિકારી

ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી હતી. શરૂઆતમાં ડૉકટરોની અછતને કારણે ઈજાગ્રસ્તોની સારવારમાં થોડો વિલંબ થયો હતો. પરંતુ બાદમાં વહીવટીતંત્રની સક્રિયતાથી ડૉકટર અને આરોગ્ય કર્મચારીઓએ ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી છે.

Tags :