Get The App

હિમાચલ પ્રદેશના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ઊંડી ખીણમાં ખાબકતાં 6 લોકોના દર્દનાક મોત

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
હિમાચલ પ્રદેશના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ઊંડી ખીણમાં ખાબકતાં 6 લોકોના દર્દનાક મોત 1 - image

Image : DD News 



Himachal Pradesh Accident News : હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માત ચુરાહ સબડિવિઝનના ભંજરાડુ-શાહવા-ભડકવાસ રોડ પર થયો હતો, જ્યાં એક કાર બેકાબુ થતાં ઊંડી ખાડામાં પડી ગઈ હતી.



કારમાં 6 લોકો મુસાફરી કરી રહ્યા હતા 

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં કુલ છ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં બે પુરુષો, બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બધાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કહેવાય છે કે શાહવા નજીક કાર અચાનક બેકાબુ થઈ અને ઊંડી ખીણમાં ખાબકી ગઇ. 



મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

હાલમાં વહીવટીતંત્ર અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 'ચંબા જિલ્લાના ટીસાના ચાનવાસમાં કાર અકસ્માતમાં 6 લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ અને પીડાદાયક છે.' મુખ્યમંત્રીએ લખ્યું કે, 'શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માને શાંતિ આપે અને આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારને ધીરજ અને શક્તિ આપે.'

Tags :