India

લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ

By GS TEAM
28 Nov 20252 mins read
TukuTouch Logo
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મહત્ત્વનો નિર્ણય લઈને લદાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી મોટો પાવર છીનવી લીધો છે. ગૃહ મંત્રાલયે લેફ્ટનન્ટ ગવર્નરની સાથે સાથે વહીવટી સચિવ, ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિતના વિભાગીય વડાઓની સત્તા પણ છીનવી લીધી છે. હવે આ પાવર ગૃહ મંત્રાલય પાસે રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ

Ladakh LG Powers Significantly Reduced : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મહત્ત્વનો નિર્ણય લઈને લદાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી મોટો પાવર છીનવી લીધો છે. ગૃહ મંત્રાલયે લેફ્ટનન્ટ ગવર્નરની સાથે સાથે વહીવટી સચિવ, ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશ્નર, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિતના વિભાગીય વડાઓની સત્તા પણ છીનવી લીધી છે. હવે આ પાવર ગૃહ મંત્રાલય પાસે રહેશે.

લેફ્ટનન્ટ ગવર્નર સહિત અનેકની સત્તા છીનવાઈ 

ગૃહ મંત્રાલયના નિર્ણય મુજબ, અત્યાર સુધી લદાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસે 100 કરોડ રૂપિયા સુધીની યોજના અને પ્રોજેક્ટને મંજૂરી આપવાની સત્તા હતી, જોકે હવે મંત્રાલયે આ સત્તા ગવર્નર પાસેથી છીનવી પોતાની પાસે રાખી લીધી છે. આવી જ રીતે વહીવટી સચિવ પાસે અત્યાર સુધી 20 કરોડ રૂપિયા સુધીના પ્રોજેક્ટને મંજૂરી આપવાની સત્તા હતી. આ ઉપરાંત ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશ્નર, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિતના ડિપાર્ટમેન્ટ હેડ પાસે ત્રણ કરોડથી 10 કરોડ રૂપિયા સુધીના જુદા જુદા કામોને મંજૂરી આપવાની સત્તા હતી, જે હવે સત્તા છીનવી લેવાઈ છે અને હવે આ સત્તા ગૃહ મંત્રાલયે લઈ લીધી છે.

આ પણ વાંચો : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના ભારતના પ્રવાસનો કાર્યક્રમ જાહેર, વાર્ષિક સમિટમાં જોડાશે

મંત્રાલયના નિર્દેશ બાદ લદાખના લેફ્ટનન્ટ ગવર્નરનો આદેશ 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો નિર્દેશ મળ્યા બાદ લદાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તાએ એક ઑર્ડર જાહેર કર્યો છે. ઑર્ડરમાં કહેવાયું છે કે, પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશીપ (PPP) નિયમ હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની યોજના-પ્રોજેક્ટને હવે ગૃહ મંત્રાલય મંજૂરી આપશે. લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી 100 કરોડ રૂપિયાના વહીવટી મંજૂરી અને ખર્ચનો પાવર તેમજ વહીવટી સેક્રેટરી પાસેથી 20 કરોડ રૂપિયા સુધીની મંજૂરી આપવાનો પાવર છીનવી લેવાયો છે, એટલે કે હવે ગૃહ મંત્રાલય આ મંજૂરી આપશે.

લદાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી કઈ સત્તાઓ છીનવાઈ? 

સૌથી મહત્વનો ફેરફાર એ છે કે, ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના વડાઓ અને ડેપ્યુટી કમિશનરોની પાંચ કરોડ રૂપિયા સુધીના વિવિધ કામોને મંજૂરી આપવાની જે સત્તા હતી, તે હવે પાછી ખેંચી લેવામાં આવી છે અને ગૃહ મંત્રાલયને સોંપી દેવાઈ છે. આ તમામ અધિકારીઓ લેહ અને કારગિલ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) તરીકે પણ કામ કરે છે, પરંતુ તેઓ સીઈઓ તરીકે ખરેખર કામ કરતા ન હતા. ચૂંટણીમાં વિલંબના કારણે ‘લેહ હિલ કાઉન્સિલ’નો પાંચ વર્ષની ટર્મ પૂરી થયા બાદ કાર્યકાળ પૂરો થઈ ગયો છે, જ્યારે ‘કારગિલ હિલ કાઉન્સિલ’ કાર્યકાળ યથાવત્ છે. લેહ હિલ કાઉન્સિલનો પાવર નાયબ કમિશ્નરને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ચીફ એન્જિનિયર અને સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર પાસે 10 કરોડ અને ત્રણ કરોડ રૂપિયાના જુદા જુદા કામોને મંજૂરી આપવાની સત્તા પણ ગૃહ મંત્રાલયને સોંપી દેવાઈ છે.

આ પણ વાંચો : મુંબઈમાં ડુપ્લfકેટ વોટર્સ કેટલાં? જાણો SIRની પ્રક્રિયા વચ્ચે નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો દાવો