UAE President in Delhi: UAEના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સોમવારે 2 થી 3 કલાકની ભારતની મુલાકાતે ભારત પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે 4:30 કલાકે પ્રોટોકોલ તોડીને દિલ્હીના પાલમ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. અને એક જ કારમાં બેસી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે હું મારા ભાઈને લેવા જાતે જ એરપોર્ટ પર આવ્યો છું.
ગુજરાતનો નકશીકામ કરેલો રજવાડી હિંચકો ભેટ આપ્યો
જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર પ્રમુખ શેખ ઝાયદ અને તેમના પરિવારનું દિલ્હીમાં પોતાના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર પણ ભવ્ય સ્વાગત કર્યું હતું. કાશ્મીરની પશ્મિના શાલ તથા ગુજરાતનો નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો હતો. મહત્વનું છે કે UAEના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને છેલ્લા 10 વર્ષોમાં ભારતની 5મી વખત યાત્રા કરી છે અને UAEના રાષ્ટ્ર પ્રમુખ તરીકે તેમની ત્રીજી સત્તાવાર ભારતની યાત્રા છે.
દ્વિપક્ષીય વેપાર બમણો કરાશે
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ શેખ ઝાયદ વચ્ચે થયેલી બેઠકની માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે વેપારના મોરચે 2022માં બંને દેશોએ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે પછી બંને દેશો વચ્ચે 100 બિલિયન ડોલરનો કારોબાર થયો છે. તેને જોતાં બંને નેતાઓએ લક્ષ્યને વધારવાનો નિર્ણય કર્યો છે. જે 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરી 200 અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે MSME ઉદ્યોગો માટે નિકાસને પશ્ચિમ એશિયાઈ, આફ્રિકન અને યુરેશિયન પ્રદેશોમાં તે સરળ બનાવવામાં આવશે'
ગુજરાત માટે બે મોટા નિર્ણયો
ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR): ગુજરાતના ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ટ્રેનિંગ સ્કૂલ, ગ્રીનફિલ્ડ પોર્ટ અને સ્માર્ટ અર્બન ટાઉનશિપના વિકાસ માટે UAEની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી છે.
ગિફ્ટ સિટી (GIFT City): ગિફ્ટ સિટીમાં 'ડીપી વર્લ્ડ' (DP World) અને 'ફર્સ્ટ અબુ ધાબી બેંક' (FAB) ની શાખાઓની સ્થાપના કરશે.
મુખ્ય આર્થિક અને વ્યૂહાત્મક પહેલ
દ્વિપક્ષીય વેપાર: બંને દેશોએ 2032 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 200 અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય
MSME ક્ષેત્ર: બંને દેશોના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને જોડવા માટે 'ભારત માર્ટ', 'વર્ચ્યુઅલ ટ્રેડ કોરિડોર' અને 'ભારત-આફ્રિકા સેતુ' જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે.
રોકાણ: વર્ષ 2026માં લોન્ચ થનારા બીજા 'NIIF ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ' માં રોકાણ કરવા માટે ભારતના વડાપ્રધાને UAE ને આમંત્રણ આપ્યું
ટેકનોલોજી અને વિજ્ઞાન
અવકાશ ક્ષેત્ર (Space Sector): અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના વ્યાપારીકરણ માટે સંયુક્ત મિશન અને ઉદ્યોગિક બેઝ તૈયાર કરવા પર સહમતી સધાઈ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI): ભારતમાં સુપરકમ્પ્યુટિંગ ક્લસ્ટર અને ડેટા સેન્ટર્સ સ્થાપવા તેમજ બંને દેશો વચ્ચે 'ડિજિટલ એમ્બેસી' બનાવવાની શક્યતાઓ પર વિચાર કરવામાં આવશે. ફેબ્રુઆરી 2026માં ભારતમાં યોજાનાર 'AI ઇમ્પેક્ટ સમિટ' ને UAEએ સમર્થન જાહેર કર્યું
ઊર્જા અને ખાદ્ય સુરક્ષા
LNG કરાર: હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ADNOC ગેસ વચ્ચે 10 વર્ષનો કરાર થયો છે, જે અંતર્ગત 2028 થી દર વર્ષે 0.5 મિલિયન ટન લિક્વિફાઇડ નેચરલ ગેસની સપ્લાય કરવામાં આવશે.
પરમાણુ ઊર્જા: 'શાંતિ' (SHANTI) કાયદા હેઠળ સિવિલ ન્યુક્લિયર કોઓપરેશન અને સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMRs)ના વિકાસમાં સહયોગની વાત કરવામાં આવી છે.
ખાદ્ય સુરક્ષા: ટકાઉ કૃષિ અને સપ્લાય ચેઈનને મજબૂત કરવા માટે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) પર ભાર મૂકવામાં આવ્યો
ન્યુક્લિયર અંગે સહકાર વધારવા બંને પક્ષો વચ્ચે ચર્ચા
આ સિવાય બંને દેશો વચ્ચે એડવાન્સ્ડ ન્યુક્લિયર ટેકનોલોજીમાં પાર્ટનરશિપ માટે પણ ચર્ચા કરવામાં આવી છે. જેમાં મોટા ન્યુક્લિયર રિએક્ટર, પાવર પ્લાન્ટ ઓપરેશન, મેઈન્ટેનન્સ, ન્યુક્લિયર સેફ્ટી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ભારતમાં એક સુપરકોમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવામાં પણ UAE મદદ કરશે. UAE ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા વધારવા પર વિચાર કરશે તથા આવતા મહિને ભારતમાં આયોજિત AI સમિટમાં પણ ભાગ લેશે. બંને પક્ષોએ ડિજિટલ અથવા ડેટા એમ્બેસી સ્થાપિત કરવા પણ વિચાર કર્યો.
આ પણ વાંચો: UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા


