Get The App

2900 કિલો IED મટિરિયલ જપ્ત, બે ડોક્ટર સહિત 7ની ધરપકડ; કાશ્મીરમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
360kg of Explosives-Weapons Recovered


360kg of Explosives-Weapons Recovered: જમ્મુ-કાશ્મીરના એક ડૉક્ટરની આજે ફરીદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે મોટા આતંકી મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો છે, જે આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય હતું. આ આતંકી રેકેટ પ્રતિબંધિત સંગઠનો જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અન્સાર ગજવત-ઉલ-હિંદ (AGuH) સાથે જોડાયેલું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ મૉડ્યૂલમાં વ્હાઇટ-કોલર લોકો, જેમાં વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને વિદેશી હેન્ડલરોના સંપર્કમાં રહેતા લોકોનો પણ સમાવેશ થાય છે.

વ્યાપક સર્ચ ઓપરેશન અને જપ્તી

જમ્મુ-કાશ્મીર પોલીસે તપાસના ભાગરૂપે શ્રીનગર, અનંતનાગ, ગાંદરબલ અને શોપિયાંમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ ઉપરાંત, હરિયાણા પોલીસની મદદથી ફરીદાબાદમાં અને યુપી પોલીસ સાથે મળીને સહારનપુરમાં પણ છાપેમારી કરવામાં આવી હતી. આ તમામ તલાશીઓ દરમિયાન આતંકવાદ સંબંધિત દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, હથિયારો, દારૂગોળો અને IED બનાવવાની સામગ્રી જપ્ત કરવામાં આવી.

સાત આરોપીઓની ધરપકડ

પોલીસે તપાસ દરમિયાન સાત આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં શ્રીનગરના આરિફ નિસાર ડાર (સાહિલ), યાસિર-ઉલ-આશરફ, મકસૂદ અહેમદ ડાર (શહીદ) સામેલ છે. શોપિયાંથી મૌલવી ઇરફાન અહેમદ (મસ્જિદના ઇમામ), ગાંદરબલના જમીર અહેમદ આહંગર (મુતલાશા) અને પુલવામાના ડૉ. મુઝમ્મિલ અહેમદ ગનાઈ (મુસૈબ)ની પણ ધરપકડ કરવામાં આવી છે. કુલગામમાંથી ડૉ. અદીલની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ વિદેશી હેન્ડલરોના સંપર્કમાં હતા અને મૉડ્યૂલના સંચાલનમાં સામેલ હતા.

હથિયારો અને 2900 કિલો IED સામગ્રી જપ્ત

જમ્મુ-કાશ્મીર પોલીસે તલાશી દરમિયાન હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. જપ્ત કરાયેલા હથિયારોમાં એક ચાઇનીઝ સ્ટાર પિસ્તોલ, એક બેરેટ્ટા પિસ્તોલ, એક AK-56 રાઇફલ, એક AK ક્રિંકોવ રાઇફલ અને તે સંબંધિત દારૂગોળો સામેલ છે.

આ પણ વાંચો: દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું નુકસાન

આ ઉપરાંત, પોલીસે કુલ 2900 કિલો IED (ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) બનાવવાની સામગ્રી પણ જપ્ત કરી, જેમાં વિસ્ફોટકો, રાસાયણિક પદાર્થો, રિએક્ટન્ટ, જ્વલનશીલ સામગ્રી, ઇલેક્ટ્રોનિક સર્કિટ, બેટરીઓ, તાર, રિમોટ કંટ્રોલ, ટાઇમર અને મેટલ શીટ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. પોલીસે કહ્યું કે આ સામગ્રીનો ઉપયોગ આતંકવાદી હુમલાઓમાં થઈ શક્યો હોત.

નાણાકીય તપાસ અને ફંડિંગનો સ્રોત

જમ્મુ-કાશ્મીર પોલીસે એ પણ જણાવ્યું કે આ મૉડ્યૂલ સાથે સંકળાયેલા ફંડના સ્રોતની તપાસ ઝડપથી ચાલી રહી છે. તમામ નાણાકીય લિંક્સ અને બાહ્ય સહયોગની માહિતી એક પછી એક એકઠી કરવામાં આવી રહી છે અને તેમને સમયસર નષ્ટ કરવામાં આવશે.

2900 કિલો IED મટિરિયલ જપ્ત, બે ડોક્ટર સહિત 7ની ધરપકડ; કાશ્મીરમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ 2 - image

Tags :