Get The App

ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, હરદોઈ ચાઈલ્ડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 24 બાળકોને બચાવી લેવાયા

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના, હરદોઈ ચાઈલ્ડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 24 બાળકોને બચાવી લેવાયા 1 - image


UP: Hardoi child hospital fire: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં બુધવારે બાળકોની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર કેમ્પસમાં અફરા- તફરી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલના ભોંયરામાં આગ લાગી હતી, પરંતુ ધુમાડાએ ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો. જેથી દર્દીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. દર્દીઓને બચાવવા માટે સીડી અને ધોતીના દોરડું બનાવીને નીચે ઉતારવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો : 'શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?' બંગાળી પ્રવાસીઓના 'ઉત્પીડન' મામલે મમતા બેનર્જીની પગપાળા કૂચ

સીડી લગાવી ધોતી બાંધીને દર્દીઓને નીચે ઉતાર્યા

આગની ઘટના દરમિયાન લગભગ બે ડઝન બાળકોને હોસ્પિટલમાં દાખલ હતા. તેમજ તેમના ઘણા પરિચિતો પણ હોસ્પિટલમાં હાજર હતા. હોસ્પિટલના નીચેના માળે લોકો સરળતાથી બહાર નીકળી ગયા હતા, પરંતુ બીજા માળે હાજર દર્દીઓ અને સગાઓને સીડી મૂકીને અને ધોતી બાંધીને નીચે લાવવામાં આવ્યા. કેટલાક ગંભીર બાળકોને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક હોસ્પિટલની બહાર રાખ્યા હતા.

આ પણ વાંચો : ક્લાઈમેટ ચેન્જ દુનિયાએ અનુભવેલી સૌથી મોટી સમસ્યા, વિશ્વના 136 દેશોમાં કરાયેલા સર્વેક્ષણનું તારણ

આગ ભોંયરા સુધી જ સીમિત રહેતા મોટી દુર્ઘટના બચી 

ઘટના અંગેની માહિતી મળતાં ફાયર બ્રિગેડ પહોંચી ગઈ અને ભોંયરામાં આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આ દરમિયાન આગને કારણે અફરા- તફરીનો માહોલ સર્જાયો  હતો. આગ દરમિયાન હોસ્પિટલોમાં અગ્નિશામક સાધનો નિષ્ફળ નીવડ્યા હતા. સદનસીબે આગને ભોંયરામાં જ કાબુમાં લઈ લેવામાં આવી હતી. જો તે વધુ ફેલાઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આગ કઈ રીતે લાગી હાલમાં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :