Get The App

ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત 1 - image


Operation Sindoor Updates: ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે. તેમજ મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રૂપે ઘાયલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મૃતકોની યાદીમાં મસૂદ અઝહરનો ભાઈ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી રઉફ અસગરનો પુત્ર હુઝૈફા પણ સામેલ છે. તેમજ રુઉફ અસગરના ભાઈની પત્નીનું પણ મોત થયુ હોવાના અહેવાલો મળ્યા છે. મસૂદ અઝહરે પોતે આ મુદ્દે ખાતરી કરી છે.

મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ તરફથી નિવેદન આપ્યું છે કે, 'મારા પરિવારના 10 લોકો આ એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા છે. મારા ભાઈ, બહેન, પત્ની, પુત્ર મૃત્યુ પામ્યા છે. અન્ય ચાર લોકો પણ મૃત્યું પામ્યા છે. તેઓ અમારા અંગત લોકો હતા. આ હુમલામાં હું પણ મરી ગયો હોત તો સારૂ થાત.'

એક નિવેદનમાં જાણવા મળ્યું છે કે,'મસૂદ અઝહરની મોટી બહેનની સાથે કશફના આખા પરિવારનો સફાયો થયો છે. રઉફ અસગર પોતે અને તેના પૌત્ર-પૌત્રી, બહેન સાદિયાનો પતિ અને સૌથી મોટી દિકરીના ચાર બાળકો ઘાયલ છે. રઉફ અસગરના પુત્ર હુઝૈફા અને ભાઈની પત્નીનું મોત થયુ છે. '

કોણ છે મસૂદ અઝહર

મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો ફાઉન્ડર અને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. મસૂદ ભારત પર ભૂતકાળમાં થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગણાય છે. તેણે 1999માં ઈન્ડિયન એરલાઈન્સને હાઈજેક કરી હતી. જેમાં તેની ધરપકડ પણ થી હતી. પરંતુ તેને આતંકવાદીઓએ મુક્ત કરાવી દીધો હતો. ત્યારબાદ તે પાકિસ્તાનમાં છુપાઈને મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી આતંક ફેલાવી રહ્યો છે. તેના નેતૃત્વમાં જૈશ-એ-મોહમ્મદે 2001માં ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. 2000માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર , 2016માં પઠાણકોટ એરબેઝ પર અને 2019માં પુલવામા આત્મઘાતી હુમલા જેવા અનેક મોટા આતંકી હુમલા થયા છે.

આ પણ વાંચોઃ ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાન બેકફૂટ પર, સંરક્ષણ મંત્રીએ કહ્યું- વળતી કાર્યવાહી નહીં કરીએ

મસૂદ અઝહરના ઠેકાણા પર હુમલો

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકી ઠેકાણાંઓ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં બહાવલપુરમાં તેની મદરેસા, જૈશનું હેડ ક્વાર્ટર સંપૂર્ણપણે તબાહ થયુ છે. આ હુમલો 22 એપ્રિલના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો. જેમાં આતંકવાદીઓએ નિર્દોષ 26 લોકોના જીવ લીધા હતાં.

યુએન સિક્યોરિટી કાઉન્સિલે 2019માં મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો હતો. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. અને સંગઠનનું વિસ્તરણ કરવા માટે નવી મદરેસા ખોલી રહ્યો છે. 

ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો, 14ના મોત 2 - image

Tags :