Get The App

હું તો ત્યાં ચા પીવા ગયો હતો: સવારે કોંગ્રેસમાં સામેલ થયા અને સાંજે પાછા ભાજપમાં જોડાઈ ગયા આ નેતા

Updated: Sep 20th, 2024

GS TEAM


Google News
Google News
હું તો ત્યાં ચા પીવા ગયો હતો: સવારે કોંગ્રેસમાં સામેલ થયા અને સાંજે પાછા ભાજપમાં જોડાઈ ગયા આ નેતા 1 - image


Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar)ના ભત્રીજાને લઈને એક રોચક ઘટના બની છે. ખટ્ટરના ભત્રીજા રમિત ખટ્ટર (Ramit Khattar) આજે કોંગ્રેસમાં જોડાયા હતા, જોકે થોડાંક જ કલાકોમાં તેઓ પાછા ભાજપમાં જતા રહ્યા છે. આમ તેમણે ‘આયા રામ ગયા રામ’ની જેમ એક જ દિવસમાં બે પક્ષોની સદસ્યતા લેતા રાજકીય ખળભળાટ જોવા મળ્યો છે.

રમિત ખટ્ટરે એક દિવસમાં બે પક્ષોની સદસ્યતા લીધી

હરિયાણા દિગ્ગજ નેતા કહેવાતા રમિત ખટ્ટર આજે કોંગ્રેસ (Congress) ધારાસભ્ય ભારત ભૂષણ બન્નાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા. આ દરમિયાન ભાજપ (BJP)માં ભારે હલચલ મચી ગઈ હતી. જોકે થોડાંક જ કલાકોની અંદર રમિત ભાજપમાં પરત ફર્યા છે. તેઓ ભાજપ ઉમેદવાર મનીષ ગ્રોવરની ઉપસ્થિતિમાં ફરી ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો : મંદિરના પ્રસાદમાં કોણે ચરબી ભેળવી? વિવાદ વધતાં આરોપી મુખ્યમંત્રીની પાર્ટી પહોંચી હાઈકોર્ટ

ભાજપે સંપર્ક કર્યા બાદ રમિત પાછા ફર્યા

ગ્રોવર રોહતક વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે, જ્યારે આ જ બેઠક પર કોંગ્રેસ તરફથી ભારત ભૂષણ ઉમેદવાર છે. રમિતે એક જ દિવસમાં બે વખત પક્ષ બદલવાનું કોઈ કારણ આપ્યું નથી. એવું કહેવાય છે કે, ભાજપ દ્વારા તેમનો સંપર્ક કરાયો હતો અને કોઈક રીતે તેઓ પાછા ફરવા માટે રાજી થયા હતા.

રમિતનું કોંગ્રેસમાં જોડાયું ભાજપ માટે ફટકા સમાન

મનોહર લાલ ખટ્ટર હજુ પણ રાજ્યમાં મોટા નેતા છે અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની તેમની નજીકના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના ભત્રીજાનું કોંગ્રેસમાં જોડાવું એ ભાજપ માટે મોટા ફટકા સમાન છે. તેથી જ રમિત કોંગ્રેસમાં જતા ભાજપના નેતાઓ એક્ટીવ થયા હતા અને છેવટે તેઓ થોડાંક જ કલાકોમાં ભાજપમાં પરત આવી ગયા છે.

આ પણ વાંચો : VIDEO: બે રાજ્યો વચ્ચે મોટો વિવાદ! 12 કિ.મી. લાંબો ચક્કાજામ, 18 કલાકથી રઝળી રહ્યાં છે લોકો

‘હું તો કોંગ્રેસમાં ગયો જ નથી’

આ ઘટના ક્રમ બાદ રમિત ખટ્ટરે કહ્યું કે, ‘હું તો કોંગ્રેસમાં ગયો જ નથી. ભારત ભૂષણ બન્નાએ મારા ખભા પર કોંગ્રેસનો ખેસ રાખી દીધો હતો. પછી મારી તસવીર ખેંચવામાં આવી અને તેને ફેલાવવામાં આવી. હું ભાજપ અને મનોહર લાલજી સાથે જ છું.’

જ્યારે રમિતને પૂછવામાં આવ્યું કે, ‘બન્નાએ કહ્યું કે તમે કોંગ્રેસમાં જોડાઈ ગયા છો.’ આ સવાલ પર તેમણે કહ્યું કે, ‘તેમનો દાવો ખોટો છે.’

Tags :