Get The App

મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા નક્કી, પ્રણવ મુખર્જીની બાજુમાં જમીન ફાળવાઈ, સરકાર આપશે ફંડ

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા નક્કી, પ્રણવ મુખર્જીની બાજુમાં જમીન ફાળવાઈ, સરકાર આપશે ફંડ 1 - image


Manmohan Singh Memorial: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે તેમના પરિવારને સરકારે જમીન આપવાની ઓફર કરી છે. આ જમીન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્મારક માટે નિર્ધારિત જમીનની નજીક ફાળવવામાં આવી છે. આ મામલે સરકાર મનમોહન સિંહના પરિવાર દ્વારા ટ્રસ્ટ બનાવવાની રાહ જોઈ રહી છે. ત્યાર બાદ તેમને સત્તાવાર રીતે જમીન ફાળવવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે સરકાર દ્વારા ટ્રસ્ટને 25 લાખ રૂપિયાની રકમ પણ આપવામાં આવશે. આ રકમ સ્મારકના નિર્માણ પાછળ ખર્ચ કરવામાં આવશે. મનમોહન સિંહના નિધન બાદ સરકાર જમીન શોધી રહી હતી અને તેના માટે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ મંત્રાલય અને સીપીડબ્લ્યુડીએ સંયુક્ત રીતે મનમોહન સિંહ સ્મારક માટે જમીનનો નિર્ણય કર્યો છે. 

આ પણ વાંચો : 'બધા દેશવાસીઓને અપીલ કરું છું કે, દરેકની પોતાની વિચારધારા હશે, પણ દેશથી મોટું કંઈ નથી', લોકસભામાં PM મોદીનું નિવેદન

આ સંકુલ નીચે અટલ બિહારી વાજપેયીનું સ્મારક પણ છે

આ ભૂમિકા રાષ્ટ્રીય સ્મારક હેઠળ આવે છે, જેને યુપીએ સરકાર દ્વારા વર્ષ 2013માં એક પ્રસ્તાવ લાવીને રજૂ કરવામાં આવ્યો હતો. આ સંકુલ નીચે અટલ બિહારી વાજપેયીનું સ્મારક પણ છે. જાન્યુઆરીની શરુઆતમાં CPWD અધિકારીઓએ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી હતી અને સંજય ગાંધીની સમાધિ પાસે જમીન આપવાની ચર્ચા થઈ હતી. 

મનમોહન સિંહના અવસાન બાદ અંતિમ સંસ્કારને લઈને રાજકારણ ગરમાયું હતું

એવું કહેવાય છે કે મનમોહન સિંહના પરિવારને કેટલીક જગ્યાઓ પ્રસ્તાવિત કરવામાં આવી હતી, જેમાંથી એક જગ્યા પર હવે સંમતિ સધાઈ ગઈ છે. મનમોહન સિંહના અવસાન પછી તેમના અંતિમ સંસ્કાર પર પણ રાજકારણ ગરમાયું હતું. મનમોહન સિંહના અવસાન બાદ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો : VIDEO: મહાકુંભમાં પધાર્યા ભુતાનના રાજા, પ્રયાગરાજના સંગમમાં યોગી સાથે લગાવી ડૂબકી

'સરકારે કહ્યું કે સમગ્ર પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે'

પરિવાર દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે, મનમોહન સિંહના અંતિમ સંસ્કાર એ જ  જગ્યાએ કરવામાં આવે જ્યાં તેમનું સ્મારક બનાવી શકાય. આ અંગે સરકારનો જવાબ એ હતો કે, અમે સ્મારક માટે જમીન શોધવાની પ્રક્રિયા શરુ કરી રહ્યા છીએ. બીજા બધા નેતાઓની જેમ તેમનું સ્મારક પણ સારી રીતે બનાવવામાં આવશે. જોકે, તેમના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષોએ આનો વિરોધ કર્યો હતો. પરંતુ સરકારે કહ્યું કે સમગ્ર પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે. જ્યાં સ્મારક બનવાનું છે ત્યાં જ અંતિમ સંસ્કાર કરવાનું શક્ય નહોતું કારણ કે તે સ્થળ હજુ શોધવાનું બાકી હતું. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, અકાલી દળ જેવા નેતાઓએ પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેમની યાદોનું અપમાન કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News