Get The App

‘AAPની નવી સરકારમાં મનીષ સિસોદિયા બનશે નાયબ મુખ્યમંત્રી’ ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત

Updated: Jan 26th, 2025

GS TEAM

Google News
Google News
‘AAPની નવી સરકારમાં મનીષ સિસોદિયા બનશે નાયબ મુખ્યમંત્રી’ ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત 1 - image

Delhi Assembly Election-2025 : દિલ્હીમાં પાંચમી ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા તમામ પક્ષો મતદારોને રિઝવવા માટે જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. આ જ ક્રમમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. તેમણે જંગપુરામાં પ્રચાર દરમિયાન કહ્યું કે, આમ આદમી પાર્ટીની નવી સરકારમાં મનીષ સિસોદિયા નાયબ મુખ્યમંત્રી બનશે.

સિસોદિયા મારા નાના ભાઈ : કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે, ‘સિસોદિયા મારા સેનાપતિ છે, નાના ભાઈ છે અને સૌથી પ્રેમાળ છે. દિલ્હીમાં AAPની સરકાર બની રહી છે. તમામ લોકો કહી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી ભલે બે-ચાર બેઠકો ઓછી જીતે, પરંતુ સરકાર આમ આદમી પાર્ટીની જ બનવી જોઈએ. સિસોદિયા AAPની સરકારમાં ફરી નાયબ મુખ્યમંત્રી બનશે.’

‘...તો ફોન પર જ તમારું કામ થઈ જશે’

તેમણે કહ્યું કે, આપ લોકોના ધારાસભ્ય જો નાયબ મુખ્યમંત્રી હશે, તો તમામ અધિકારી ફોન પર જ તમારું કામ કરી આપશે. કોઈ અધિકારીની હિંમત નહીં હોય કે તેઓ નાયબ મુખ્યમંત્રીની વિધાનસભાના વ્યક્તિનો ફોન ન ઉઠાવે.

આ પણ વાંચો : ઉત્તરાખંડ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો, 11માંથી 10 મેયરની બેઠકો જીતી

કેજરીવાલે ભાજપ પર સાધ્યું નિશાન

પ્રચાર દરમિયાન કેજરીવાલે કહ્યું કે, જે લોકો વીજળીનું ઝીરો બિલ ઉચ્છે છે, તેઓ આમ આદમી પાર્ટીને મત આપે અને જે લોકો વીજળી બીલમાં મોટી રકમ ભરવા ઈચ્છે છે, તેઓ ભાજપને વોટ આપે. ભાજપ કહે છે કે, જો તેમની સરકાર આવશે તો તેઓ વીજળી પરની સબસિડી સમાપ્ત કરી નાખશે. ભાજપ મફત વીજળીના વિરુદ્ધમાં છે.’

આ પણ વાંચો : ‘એક દેશ-એક સમય’ હવે તમામે અપનાવવો પડશે ભારતીય માનક સમય, સરકારે બનાવ્યો નિયમોનો ડ્રાફ્ટ