Get The App

‘એક દેશ-એક સમય’ હવે તમામે અપનાવવો પડશે ભારતીય માનક સમય, સરકારે બનાવ્યો નિયમોનો ડ્રાફ્ટ

Updated: Jan 26th, 2025

GS TEAM


Google News
Google News
‘એક દેશ-એક સમય’ હવે તમામે અપનાવવો પડશે ભારતીય માનક સમય, સરકારે બનાવ્યો નિયમોનો ડ્રાફ્ટ 1 - image


One Nation One Time : કેન્દ્ર સરકાર ટુંક સમયમાં દેશમાં ‘એક દેશ-એક સમય’ લાહુ કરશે. સરકારે ભારતીય માનક સમયને ફરજીયાત બનાવવા માટે નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે આ મામલે 14 ફેબ્રુઆરી સુધીમાં જનતા પાસે પ્રતિક્રિયા માંગી છે.

ISTને ફરજીયાત બનાવવા ડ્રાફ્ટ તૈયાર

સરકારની સત્તાવાર સૂચના મુજબ, કેન્દ્ર સરકારે સમય નિર્ધારણ પ્રમાણિત કરવા માટે તમામ સત્તાવાર અને વ્યાપારી પ્લેટફોર્મ પર ભારતીય માનસ સમય (IST)ના વિશેષ ઉપયોગને ફરજીયાત બનાવવા વ્યાપક નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કાયદેસર મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમ-2024નો ઉદ્દેશ્ય સમય પાલનની પ્રથાઓને પ્રમાણિત કરવા માટે એક કાયદાકીય માળખું સ્થાપવાનો છે. આ માળખું ISTને કાયદાકીય, વહીવટી, વ્યાપારી અને સત્તાવાર દસ્તાવેજો માટે એકમાત્ર સમયના સંદર્ભ તરીકે ફરજિયાત બનાવે છે. ડ્રાફ્ટ નિયમો અનુસાર, વાણિજ્ય, પરિવહન, જાહેર વહીવટ, કાનૂની કરાર અને નાણાકીય કામગીરી સહિતના તમામ ક્ષેત્રોમાં IST ફરજિયાત કરાશે. તેની મુખ્ય જોગવાઈઓમાં સત્તાવાર અને વ્યાપારી હેતુઓ માટે IST સિવાયના અન્ય સમયના સંદર્ભો પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : અખિલેશ યાદવે મહાકુંભમાં 11 ડૂબકી લગાવી, કહ્યું- હજારો કરોડ ખર્ચ્યા છે તો સારી વ્યવસ્થા હોવી જોઈએ

આ કારણોસર આ ડ્રાફ્ટ બનાવાયો

ટેલિકોમ, બેંકિંગ, સંરક્ષણ, 5G અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ઉભરતી ટેક્નોલોજી સહિત નિર્ણાયક રાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચોક્કસ સમય જાળવવાની ખાતરી કરવાના પ્રયાસોના ભાગરૂપે આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે ખગોળશાસ્ત્ર, નેવિગેશન અને વૈજ્ઞાનિક સંશોધન જેવા વિશેષ ક્ષેત્રો માટે અપવાદોને મંજૂરી આપવામાં આવશે, જેના માટે પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. ગ્રાહક બાબતોનો વિભાગ નેશનલ ફિઝિકલ લેબોરેટરી અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સાથે મળીને એક મજબૂત સમય જનરેશન અને પ્રસારણ પદ્ધતિ વિકસાવી રહ્યું છે. હિતધારકોને 14 ફેબ્રુઆરી સુધીમાં ડ્રાફ્ટ નિયમો પર સૂચનો આપવા માટે કહેવાયું છે.

આ પણ વાંચો : મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવાતા વિવાદ: સાધુ-સંતો નારાજ, અખાડાએ આપ્યો જવાબ

Tags :