મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- 'જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

West Bengal Political News : ભારતના રાજકીય ક્ષેત્રમાં ચાલી રહેલો મતદાર યાદી સુધારણાનો વિવાદ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે. બિહાર પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ મુદ્દા પર ખુલ્લેઆમ ચેતવણી આપી છે. કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખની એક રેલીમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ કોઈને પણ બંગાળના લોકોનો મતદાન અધિકાર છીનવી લેવા દેશે નહીં.
ભાજપ અને ચૂંટણી પંચ પર સીધા પ્રહારો
મમતા બેનરજી (CM Mamata Banerjee)એ ભાજપ (BJP) પર ગંભીર આરોપ મૂકતા કહ્યું કે, ‘ભાજપે મતદાર યાદીમાંથી નામો દૂર કરવાના ઈરાદાથી દેશભરમાંથી 500થી વધુ ટીમોને બંગાળમાં મોકલી છે. જ્યાં સુધી હું જીવંત છું, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમારા મતદાન અધિકારને છીનવી શકશે નહીં.’
તેમણે ચૂંટણી પંચ (Election Commission)ને પણ આડે હાથ લઈ રાજ્ય સરકારના અધિકારીઓને ધમકાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચનો અધિકાર માત્ર ચૂંટણી દરમિયાનના ત્રણ મહિના પૂરતો જ છે, આખો વર્ષ નહીં.
VIDEO | Kolkata: West Bengal Chief Minister Mamata Banerjee addresses an event organised on the occasion of foundation day of Trinamool Chhatra Parishad (TMCP).
— Press Trust of India (@PTI_News) August 28, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/cSVWsaI8VQ
આ પણ વાંચો : VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા
મમતાએ બંગાળી ભાષા મુદ્દે પણ સાધ્યું નિશાન
તેમણે ભાજપ પર બંગાળીઓના ઈતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામમાં ભજવેલી ભૂમિકાને ભૂલાવવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે સવાલ કર્યો, જો બંગાળી ભાષા જ નથી, તો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કઈ ભાષામાં લખાયા છે? તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ આ ભાષાઈ આતંકવાદને સહન નહીં કરે.
ભાજપ સરકાર દેશને લૂંટી રહી છે : મમતા બેનરજી
મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. તેમણે પોતાની સરકારની 'લક્ષ્મી ભંડાર' યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપ પાસે 'ભ્રષ્ટાચાર ભંડાર' છે. ભાજપ સરકાર દેશને લૂંટી રહી છે.
આ પણ વાંચો : મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ








