India

એક પણ મંત્રી પદ ન મળતા NDAના આ દિગ્ગજ નેતા ભાજપથી નારાજ, PM મોદીને પણ ફરિયાદ કરી

By GS TEAM
10 Aug 20252 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા (RPI)ના પ્રમુખ રામદાસ અઠાવલે ભાજપથી નારાજ થયા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને મહારાષ્ટ્ર ભાજપ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અઠાવલેએ કહ્યું કે, મેં કાલે પીએમ મોદી સાથે લગભગ 10 મિનિટ સુધી વાત કરી મહારાષ્ટ્રની સ્થિતિ મામલે ચર્ચા કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

એક પણ મંત્રી પદ ન મળતા NDAના આ દિગ્ગજ નેતા ભાજપથી નારાજ, PM મોદીને પણ ફરિયાદ કરી

Maharashtra News : કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા (RPI)ના પ્રમુખ રામદાસ અઠાવલે ભાજપથી નારાજ થયા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને મહારાષ્ટ્ર ભાજપ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અઠાવલેએ કહ્યું કે, મેં કાલે પીએમ મોદી સાથે લગભગ 10 મિનિટ સુધી વાત કરી મહારાષ્ટ્રની સ્થિતિ મામલે ચર્ચા કરી હતી.

અમને મહારાષ્ટ્રમાં એક પણ મંત્રી પદ ન આપ્યું : અઠાવલે

અઠાવલે (Ramdas Athawale)એ સ્પષ્ટ કહ્યું કે, ‘અમારી પાર્ટી આરપીઆઈને મહારાષ્ટ્રમાં એક પણ મંત્રી પદ અપાયું નથી અને સત્તામાં પણ કોઈ ખાસ ભૂમિકા નથી. મહારાષ્ટ્રમાં અમારો એક મંત્રી હોવો જોઈતો હતો, પરંતુ ત્યાંના ભાજપ એકમે અમને એક પણ મંત્રી પદ ન આપ્યું, જેના કારણે અમારો સમાજ નારાજ થયો છે.’

આ પણ વાંચો : ‘દસ્તાવેજ આપો, અમે તપાસ કરીશું’, રાહુલ ગાંધીના ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ

ફડણવીસ સાથે પણ ચર્ચા કરી : અઠાવલે

તેમણે એમ પણ કહ્યું કે, આ મુદ્દે તેમની અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Maharashtra CM Devendra Fadnavis) વચ્ચે  ચર્ચા પણ થઈ છે. તેમણે કહ્યું કે, ‘અમારી ફડણવીસ સાથે પહેલા વાત થઈ હતી કે, આરપીઆઈને લોકલ બોડીઝમાં જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ, મહાનગરપાલિકા અને નગરપાલિકામાં બેઠકો મળે.’

અઠાવલે મહામંડળમાં ચેરમેનનું પદ માગ્યું

તેમણે ભારપૂર્વક કહ્યું કે, આરપીઆઈ પણ મહાયુતિમાં છે અને અમને પણ બરાબર હિસ્સો મળવો જોઈએ. જે મહામંડળ બનાવવાનું છે, તેમાં અમારી પાર્ટીને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ, તેમાં અમને બે મહામંડળોના ચેરમેન પદ મળવા જોઈએ અને મહામંડળના લગભગ 60-70 સભ્યો પણ અમને મળવા જોઈએ. મારી અને રવિન્દ્ર ચ્વાહણ સાથે મુલાકાત થવાની હતી, પરંતુ મારે અચાનક દિલ્હી જવું પડ્યું હતું. હવે અમારી પાર્ટી ચ્વાહણ સાથે વાત કરશે અને આરપીઆઈ માટે બેઠકોની માંગ કરશે.’

આ પણ વાંચો : વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવા મોટો નિર્ણય! નવમા ધોરણમાં ખાસ આ રીતે લેવાશે પરીક્ષા, પ્રસ્તાવને CBSEની મંજૂરી