Get The App

'કાલ સુધી જે કહેતા હતા કે કાં તુ રહીશ કાં હું...' ફડણવીસ-ઉદ્ધવની મુલાકાત પર શિંદે સેના વિફરી

Updated: Jan 12th, 2025

GS TEAM


Google News
Google News
'કાલ સુધી જે કહેતા હતા કે કાં તુ રહીશ કાં હું...' ફડણવીસ-ઉદ્ધવની મુલાકાત પર શિંદે સેના વિફરી 1 - image


Maharashtra Politics: મુંબઈ મહા નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા શિવસેના શિંદે જૂથે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં જીત હાંસલ કરવા માટે માલાડ ઈસ્ટ સ્થિત કુરાર ગામમાં શિવસૈનિકોનો એક મોટો મેળો અને નવનિયુક્ત ધારાસભ્યોનો સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન દિંડોશી વિભાગ પ્રમુખ વૈભવ ભરાડકરે કહ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ ડૉ. શ્રીકાંત શિંદે અને શિવસેના શિંદે ગ્રુપના નેતા રામદાસ કદમ પ્રમુખ રૂપે હાજર હતાં. આ કાર્યક્રમ બાદ રામદાસ કદમે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પર પ્રહાર કર્યાં હતાં. 

ઉદ્ધવે મરાઠી માણસોને ખતમ કરી દીધાં

રામદાસ કદમે કહ્યું કે, 'ગત 35 વર્ષોથી મુંબઈ મનપા ઉદ્ધવ ઠાકરેના હાથમાં છે. આ 35 વર્ષોમાં મુંબઈમાંથી લગભગ 60 ટકા મરાઠી લોકોને બહાર ફેંકી દેવાયા છે. શું તેના માટે ઉદ્ધવ ઠાકરે જવાબદાર નથી? ઉદ્ધવ ઠાકરેએ મરાઠી માણસોને નષ્ટ કરી દીધા, આ એક હકીકત છે. ભવિષ્યમાં ઉદ્ધવ ઠાકરેને મરાઠી માણસોનું નામ લેવાનો કોઈ અધિકાર નથી.'

આ પણ વાંચોઃ ઉદ્ધવ અને ભાજપ વચ્ચે સમાધાન થશે? સંજય રાઉતના નિવેદનથી મહારાષ્ટ્રની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ

રામદાસ કદમે બાળાસાહેબ ઠાકરેના સ્મારક પર ઉદ્ઘવ ઠાકરેના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું કે, 'ઉદ્ધવ ઠાકરેએ શિવસેના પ્રમુખ બાળા સાહેબ ઠાકરેના વિચારોને નકારી કોંગ્રેસ સાથે જઈને ગદ્દારી કરી છે. આવા વ્યક્તિને શિવસેના પ્રમુખના સ્મારકમાં જવાનો કોઈ નૈતિક અધિકાર નથી.' દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય સરકારને પણ અપીલ કરતા કહ્યું કે, કોઈપણ સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરેના સ્મારકના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવે. આ સ્મારકનો ઉદ્ધવ ઠાકરે સાથે કોઈ સંબંધ ન રહેવો જોઈએ.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં વિપક્ષમાં માત્ર કોંગ્રેસ જ બચશે! શરદ પવાર પછી ઉદ્ધવ ઠાકરે પણ આપી રહ્યા છે નવાજૂનીના સંકેત

અચાનક કેવી રીતે બદલાઈ ગયાં?

રામદાસ કદમે આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત પર પણ સવાલ ઊભો કરતા કહ્યું કે, 'આદિત્ય ઠાકરે દરેક વખતે દેવાભાઉ, દેવાભાઉ કહેતાં ફડણવીસને મળવા જાય છે. ઉદ્ઘવ ઠાકરે આવડા મોટા ફૂલોના ગુલદસ્તાની સાથે ફડણવીસને મળે છે. કાલ સુધી જે કહી રહ્યાં હતાં કે, કાં તુ રહીશ કાં હું... તે આજે અચાનક કેવી રીતે બદલાઈ ગયાં? દેવેન્દ્ર ફડણવીસે વિચારવું જોઈએ કે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેને ક્યાં સુધી રાખવામાં આવે.

Tags :