ફરી મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ ! શરદ પવાર અને અજીતે આ 2 દિગ્ગજ સાથે મુલાકાત કરતા અટકળો શરૂ
ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ગેરહાજર રહેવા અંગે અજીત પવારે જણાવ્યું કારણ
શરદ પવારે પણ અદાણીના એક ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા રાજકીય ચર્ચાઓ શરૂ
મુંબઈ, તા.24 સપ્ટેમ્બર-2023, રવિવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે બિઝનેસમેન સાથે મુલાકાત કરી અને ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ન પહોંચ્યા... આ બંને ઘટના બાદ એવી અટકળો ચાલી રહી છે કે, શરદ પવાર વિપક્ષી ગઠબંધનથી વિપરીત અને અજિત પવાર પણ ભાજપથી વિપરીત કંઈક ખિચડી પકાવી રહ્યા છે.
શરદ પવારની અદાણી સાથે મુલાકાત પર NCPએ શું કહ્યું ?
એનસીપી પ્રમુખ શરદ પવારે અમદાવાદમાં ગૌતમ અદાણી સાથે મુલાકાત કર્યા બાદ એનસીપીના ધારાસભ્ય જયત પાટિલે કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધન અંગેની તમામ ચર્ચાઓ તમામ નેતાઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં શરદ પવાર પણ ઉપસ્થિત રહે છે... જ્યાં સુધી ઉદઘાટનની વાત છે તો શરદ પવાર ગૌતમ અદાણીને ઓળખે છે. તેમણે પવાર સાહેબે આમંત્રણ આપ્યું હતું... આ એક નવા રોકાણનું ઉદઘાટન હતું, જેમાં આશ્ચર્યપામવા જેવી કોઈ જરૂર નથી... આ માત્ર એક પ્રોજેક્ટ હતો, જેનું પવારે ઉદઘાટન કર્યું. વિપક્ષી શરદ પવારે ગઠબંધનની બેઠકમાં લેવાયેલ નિર્ણયોનું હંમેશા સમર્થન કર્યું છે. બંને જુદી જુદી બાબતોને ભેળવવાની જરૂર નથી...
અજિત પવાર ગૃહમંત્રીના કાર્યક્રમમાં ન પહોંચતા અટકળો શરૂ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે મુંબઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં પોતાની ગેરહાજરી બાદ શરૂ થયેલી અટકળોને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું કે, મેં મારા અગાઉના કાર્યક્રમો અંગે અમિત શાહના કાર્યાલયને અગાઉથી જ જાણ કરી દીધી હતી.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.