Get The App

કન્ફર્મ રાઇડ કેન્સલ કરનારા કેબ ડ્રાઈવર્સને લાગશે પેનલ્ટી, મહારાષ્ટ્રમાં નવા નિયમથી ગ્રાહકોને રાહત

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
કન્ફર્મ રાઇડ કેન્સલ કરનારા કેબ ડ્રાઈવર્સને લાગશે પેનલ્ટી, મહારાષ્ટ્રમાં નવા નિયમથી ગ્રાહકોને રાહત 1 - image


State Aggregator Cabs Policy 2025: મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે (પહેલી મે) ઓલા, ઉબેર અને રેપિડો જેવી પ્રમુખ સેવાઓ માટે એગ્રીગેટર કેબ નીતિ 2025ની જાહેરાત કરી છે. જે હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ડ્રાઇવર ઓલા અથવા ઉબેર જેવા પ્લેટફોર્મ પર કન્ફર્મ્ડ રાઇડને રદ કરે છે તો મુસાફર/ગ્રાહકને દંડ ચુકવવો પડશે, જે તેના બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. 

શું કહે છે આ નીતિ? 

સ્ટેટ એગ્રીગેટર કેબ્સ પોલિસી 2025માં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ડ્રાઇવર કોઈ રાઇડ સ્વીકારે છે અને બાદમાં કોઈપણ કારણોસર તેને રદ કરે છે તો, એગ્રીગેટર પ્લેટફોર્મ ગ્રાહકને વળતર આપવા માટે જવાબદાર રહેશે. આ વળતર કંપનીએ તેમના બેન્ક એકાઉન્ટમાં આપવાનું રહેશે અથવા આગલી ટ્રિપ પર કેશબેક અથવા ભાડામાં ઘટાડા સાથે પણ હોય શકે છે. 

આ પણ વાંચોઃ 'આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે..', PM મોદીનું મોટું નિવેદન

આ નિયમનો હેતુ બિનજરૂરી રૂપે રાઇડ કરવાનું અટકાવવાનો છે. કારણકે, મહારાષ્ટ્રના શહેરો માટે આ એક મોટી સમસ્યા બની રહી છે. નવી નીતિ એ વાત પર ભાર મૂકે છે કે, જો કોઈ ડ્રાઇવરે રાઇડ સ્વીકારી લીધી છે તો તેને ગ્રાહકનું સન્માન કરવું જોઈએ, જ્યાં સુધી કોઈ ઈમરજન્સી કે ટેક્નિકલ સમસ્યા ન જણાય. 

સ્ટેટ એગ્રીગેટર કેબ્સ પોલિસી 2025ના મુખ્ય મુદ્દાઃ

  • ગ્રાહકોને રાઇડ શરૂ થતાં પહેલાં જ ડ્રાઇવરનું પૂરું નામ, લાઇસન્સ નંબર અને ફોટો બતાવવાનો રહેશે. 
  • આ પોલિસીમાં મુસાફરી દરમિયાન તમામ યાત્રીઓ માટે એક વીમા કવર અનિવાર્ય કવામાં આવ્યું છે, જે દુર્ઘટનાના સમયે નાણાંકીય સુરક્ષા આપશે. 
  • સરકાર હવે પીક અવર્સ, તહેવારો અથવા ઈમરજન્સી દરમિયાન ભાડામાં ગેરવાજબી વધારો ન થાય તે માટે કિંમત પર મર્યાદા નક્કી કરશે. 
  • વાહનની યોગ્ય વયમર્યાદા જળવાયેલી હોવી જોઈએ અને સમયાંતરે મેઇન્ટેનન્સ તેમજ PUC કરાયેલું હોવું જોઈએ. 

આ પણ વાંચોઃ BIG NEWS: પાકિસ્તાની ધ્વજ ધરાવતા જહાજો પર પ્રતિબંધ, એક જ દિવસમાં ત્રીજો મોટો નિર્ણય

મુંબઈ, પુણે અને નાગપુર જેવા મેટ્રો શહેરોમાં અનેક વર્ષોથી ગ્રાહકોને ડ્રાઇવર દ્વારા રાઇડ કેન્સલ કરવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જ્યારે ભીડ-ભાડવાળા વિસ્તાર, ખરાબ વાતાવરણ અથવા એવા વિસ્તારોમાં જ્યાં ઓછો નફો મળવાનો હોય ત્યારે ડ્રાઇવર કન્ફર્મ્ડ રાઇડ રદ કરી દેતા હોય છે. જોકે, હવે નવા નિયમોના કારણે ડ્રાઇવર આવું નહીં કરી શકે. આ નીતિ હેઠળ સરકારનો હેતુ તમામ પ્લેટફોર્મ પર મુસાફરોને પ્રાથમિકતા આપવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. 
Tags :