Get The App

'ચૂંટણી પંચે હવે ભાજપ કાર્યાલયમાં કામ કરવું જોઈએ', ઉદ્ધવ જૂથની મહિલા નેતાએ લગાવ્યો ગડબડીનો આરોપ

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
priyanka chaturvedi


Priyanka Chaturvedi Targets BJP And EC : મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો યથાવત છે. આ દરમિયાન નેતાઓ વચ્ચે શાબ્દિક તીર ચલાવવામાં આવી રહ્યા છે. તેવામાં ઉદ્ધવ જૂથની મહિલા નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ચૂંટણીમાં ગડબડીનો આરોપ લગાવી ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે.

ચૂંટણી પંચે હવે ભાજપ કાર્યાલયમાં કામ કરવું જોઈએ: પ્રિયંકા ચતુર્વેદી

પ્રિયંકા ચતુર્વેદીનું કહેવું છે કે, 'મહારાષ્ટ્રમાં ચૂંટણીઓમાં ચોરી થઈ રહી છે. રાજ્ય ચૂંટણી પંચ આંધળું છે. મહારાષ્ટ્રમાં કોર્પોરેશનની ચૂંટણીઓમાં ખુલ્લેઆમ ગોટાળા થઈ રહ્યા છે. ચૂંટણી પંચને બંધ કરી દેવું જોઈએ. ચૂંટણી પંચે હવે ભાજપ કાર્યાલયમાંથી કામ કરવું જોઈએ.'

તેમણે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વકર કોર્પોરેશનની ચૂંટણીમાં ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા હતી. આમ પ્રિયંકાએ ચૂંટણીપંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચો: 'અજિત પવારની NCPનો શરદ પવારની પાર્ટીમાં વિલય થવો જોઈએ', સંજય રાઉતના નિવેદનથી રાજકારણ ગરમાયું

ઇન્દોરની ઘટના વિશે તેમણે શું કહ્યું?

આ ઉપરાંત શિવસેના યુબીટીની એક મહિલાએ પણ ઇન્દોરમાં દૂષિત પાણીથી થયેલા મૃત્યુ અંગે મધ્યપ્રદેશ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, ઇન્દોરની ઘટના દેશ માટે શરમજનક ઘટના છે.

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, 'ઇન્દોરની ઘટનામાં શક્ય તેટલી કડક કાર્યવાહી થવી જોઈએ. મધ્યપ્રદેશમાં કફ સિરપથી પણ મૃત્યુ થયા હતા અને આ હકીકતને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.'