'મુંબઈમાં રહેવું હોય તો મરાઠી બોલો...', ભાષા વિવાદ સ્થાનિકો વચ્ચે ફેલાયો, લોકલ ટ્રેનમાં માથાકૂટ
Maharashtra language Controversy: મુંબઈમાં મરાઠી VS હિન્દી મુદ્દો હવે લોકલ ટ્રેન સુધી પહોંચી ગયો છે. શુક્રવારે સાંજે સેન્ટ્રલ લાઇનની એક લોકલ ટ્રેનના મહિલા કોચમાં મરાઠી અને હિન્દીને લઈને મહિલાઓ વચ્ચે જોરદાર વિવાદ થઈ રહ્યો છે. સીટને લઈને શરૂ થયેલો સામાન્ય બોલાચાલી ભાષા વિવાદમાં બદલાઈ ગઈ. હાલ, આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યો છે.
'મુંબઈમાં રહેવું છે, તો મરાઠી બોલો'
લોકલ ટ્રેનના આ વીડિયોમાં સાંભળી શકાય છે કે, એક મહિલા મરાઠી અન્ય મહિલાને કહે છે કે, 'અમારા મુંબઈમાં રહેવું છે, તો મરાઠી બોલો, નહીંતર બહાર નીકળો.' ટ્રેનમાં મુસાફરી કરી રહેલી બીજી મહિલાઓ પણ બાદમાં આ બોલાચાલીમાં સામેલ થઈ જાય છે અને બાદમાં વિવાદમાં ભાષા પણ આવી જાય છે.
આ પણ વાંચોઃ બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન વધાર્યું, સીએમ પદ માટે નીતિશ કુમાર જ ફાઈનલ!
જણાવવામાં આવી રહ્યું છે કે, આ વિવાદ મધ્ય રેલવેની લોકલ ટ્રેનની મહિલા કમ્પાર્ટમેન્ટમાં થયો હતો. ભાષાને લઈને વધતા સંઘર્ષને જોઈને હવે રેલવે સુરક્ષા દળ અને GRP પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે.
'મરાઠી VS હિન્દી' વિવાદ એક સંવેદનશીલ મુદ્દો છે
મહારાષ્ટ્રમાં 'મરાઠી VS હિન્દી' વિવાદ એક સંવેદનશીલ અને સામાજિક રીતે જટિલ મુદ્દો છે, જે ભાષાકીય ઓળખ, સાંસ્કૃતિક ઓળખ અને રાજકીય વિચારધારાઓ સાથે સંબંધિત છે. પરંતુ હવે આ ભાષા વિવાદ શેરીઓમાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, મહારાષ્ટ્રમાં હિન્દીને ટેકો આપનારા ઘણા ઉત્તર ભારતીયોને માર મારવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હકીકતમાં, મહારાષ્ટ્રમાં, મરાઠી ભાષાને રાજ્યની માતૃભાષા અને સાંસ્કૃતિક ઓળખના પ્રતિક તરીકે જોવામાં આવે છે. પરંતુ તાજેતરના સમયમાં, મહારાષ્ટ્રમાં, ખાસ કરીને માયાનગરી મુંબઈમાં, હિન્દી ભાષી લોકોની સંખ્યા વધી છે. હિન્દી ભાષી લોકોની વધતી સંખ્યાને કેટલાક મરાઠી ભાષી સમુદાયો દ્વારા મરાઠી સંસ્કૃતિ અને ભાષા પર 'આક્રમણ' તરીકે જોવામાં આવી રહી છે. લોકોની આ વિચારસરણીને હવે વિવાદ તરીકે જોવામાં આવી રહી છે.
મરાઠીને પ્રાથમિકતા આપો, પણ હિન્દીને...
રાજ ઠાકરેની પાર્ટી મનસે ખાસ કરીને હિન્દી ભાષી ઉત્તર ભારતીયો વિરુદ્ધ પ્રચાર કરતી જોવા મળી રહી છે. રાજ ઠાકરે કહે છે કે, મુંબઈ અને મહારાષ્ટ્રમાં મરાઠીને પ્રાથમિકતા આપવી જોઈએ. શાળાઓમાં મરાઠી ફરજિયાત કરવાની પણ માંગ છે. આ વિવાદ ત્યારે જ ઉકેલી શકાય છે જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠીને પ્રાથમિકતા આપવામાં આવે, પરંતુ હિન્દી અને અન્ય ભાષાઓનું પણ સન્માન કરવામાં આવે. શિક્ષણ, રોજગાર અને વહીવટમાં સંતુલિત ભાષા નીતિ બનાવવી જોઈએ.
આ પણ વાંચોઃ કાવડ યાત્રામાં હવે હોકી-બેઝબોલ બેટ નહીં લઈ જઈ શકાય... DJ વિવાદ બાદ તંત્રની કડકાઈ
મીરા રોડ વિસ્તારમાં એક દુકાનદારને માર મારવામાં આવ્યો
મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાના નિર્ણયથી ફરી એકવાર આ વિવાદને વેગ મળ્યો છે. ત્યારબાદ, મુંબઈના મીરા રોડ વિસ્તારમાં પણ એક દુકાનદારને માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેના પર રાજ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે, દુકાનદારને તેના વલણને કારણે માર મારવામાં આવ્યો હતો, કારણ કે તે મરાઠી બોલતો ન હતો. જોકે, ભાષાને લઈને આ વિવાદ હવે સામાન્ય લોકોમાં પણ જોવા મળી રહ્યો છે.