Get The App

VIDEO : નાસિકમાં ઇનોવા કાર 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, પટેલ પરિવારના 6 લોકોના મોત

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : નાસિકમાં ઇનોવા કાર 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, પટેલ પરિવારના 6 લોકોના મોત 1 - image

Maharashtra Accident : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા પવિત્ર સ્થળ સપ્તશ્રૃંગી ગઢ ખાતે આજે (7 ડિસેમ્બર) બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. દર્શન માટે જઈ રહેલી એક ઈનોવા કાર (નંબર MH 15 BN 0555) લગભગ 1000થી 1200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. શરૂઆતમાં પાંચ મૃતદેહો મળ્યા બાદ બચાવ ટીમને વધુ એક મૃતદેહ મળતાં મૃત્યુઆંક વધીને છ થયો છે.

મૃતકોમાં ચાર મહિલા

ઈનોવા કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી બે પુરુષો અને ચાર મહિલાઓ સહિત છ મુસાફરોનાં મોત થયાં છે. આ તમામ મૃતકો નિફાડ તાલુકાના પીમ્પલગાંવ બસવંત ગામના રહેવાસી હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક નાગરિકોની મદદથી તુરંત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ખીણમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને પણ બોલાવાઈ હતી.

આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી ભારત આવશે !

મૃતકોના નામ

  • કીર્તિ પટેલ (ઉંમર 50)
  • રસિલા પટેલ (ઉંમર 50)
  • વિઠ્ઠલ પટેલ (ઉંમર 65)
  • લતા પટેલ (ઉંમર 60)
  • પચન પટેલ (ઉંમર 60)
  • મણિબેન પટેલ (ઉંમર 60)

આ પણ વાંચો : ગોવામાં અગ્નિકાંડનો ખૌફનાક VIDEO