Get The App

ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ખાનગી કંપનીના કર્મચારીઓએ 10 કલાક કામ કરવું પડશે, મહારાષ્ટ્ર સરકારે કાયદામાં સુધારો કર્યો 1 - image


Maharashtra Govt Increases Private Sector Work Hours: મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) ખાનગી કંપનીના કર્મચારીઓ માટે મહત્તમ દૈનિક કામના કલાકો હાલના નવથી વધારીને 10 કલાક કરવા માટે કાયદામાં સુધારાને મંજૂરી આપી હતી. અહેવાલો અનુસાર, આ પગલું રોકાણોને આકર્ષવા, નોકરીઓનું સર્જન કરવા અને શ્રમિકોના અધિકારોનું રક્ષણ કરવાના હેતુથી લેવામાં આવ્યું છે.

સીએમ દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી

મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી.આ ઉપરાંત મહારાષ્ટ્ર હવે કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં જોડાઈ ગયું છે, જ્યાં આવા સુધારા પહેલાથી જ લાગુ કરવામાં આવ્યા છે. આ સુધારા ફેક્ટરી એક્ટ 1948 અને મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રોજગાર અને સેવા શરતોનું નિયમન) એક્ટ 2017માં કરવામાં આવશે.

 શ્રમિકોની લેખિત સંમતિ ફરજિયાત રહેશે

સુધારાઓ પછી ઉદ્યોગોને શ્રમિકોની વધુ માંગ અથવા અછત દરમિયાન વિક્ષેપ વિના કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે શ્રમિકોને ઓવરટાઇમ માટે યોગ્ય વળતર મળે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ અંતર્ગત ઉદ્યોગોમાં દૈનિક કામના કલાકોની મર્યાદા નવથી વધારીને 12 કલાક કરવામાં આવશે. પાંચ કલાકને બદલે છ કલાક પછી આરામનો સમય આપવામાં આવશે. કાનૂની ઓવરટાઇમ મર્યાદા 115 કલાકથી વધારીને 144 કલાક પ્રતિ ક્વાર્ટર કરવામાં આવશે અને આ માટે શ્રમિકોની લેખિત સંમતિ ફરજિયાત રહેશે. સાપ્તાહિક કામના કલાકો પણ સાડા દસ કલાકથી વધારીને 12 કલાક કરવામાં આવશે.

આ પણ વાંચો: GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી

સુધારેલા દુકાનો અને સ્થાપના અધિનિયમ હેઠળ, દૈનિક કામના કલાકો નવથી વધારીને 10 કલાક, ઓવરટાઇમ મર્યાદા 125થી વધારીને 144 કલાક અને કટોકટી  ડ્યૂટીના કલાકો 12 કલાક કરવામાં આવશે. આ ફેરફારો 20 કે તેથી વધુ શ્રમિકોને રોજગારી આપતી સંસ્થાઓને લાગુ પડશે. વીસથી ઓછા શ્રમિકોને રોજગારી આપતી સંસ્થાઓને હવે નોંધણી પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં પરંતુ ફક્ત સૂચના પ્રક્રિયા હેઠળ અધિકારીઓને જાણ કરવાની રહેશે.

Tags :