Get The App

GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ ચીજવસ્તુઓ થશે સસ્તી, જુઓ યાદી

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ ચીજવસ્તુઓ થશે સસ્તી, જુઓ યાદી 1 - image


GST Council Meet : જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હવે 5% અને 18% એમ માત્ર બે GST સ્લેબ જ લાગુ થશે. એટલે કે હવે 12% અને 28% જીએસટી સ્લેબ રદ કરાયા છે અને તેમાં સામેલ વસ્તુઓ મંજૂર કરાયેલા બે ટેક્સ સ્લેબની અંદર જ ગણાશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી વસ્તુઓ સસ્તી થઇ જશે. જો કે, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે 40% ના સ્પેશિયલ સ્લેબને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નવા GST દર 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. ચાલો હવે જાણીએ કે કઇ વસ્તુઓ સસ્તી થશે અને કઇ વસ્તુઓ મોંઘી થશે.

દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ થશે સસ્તી

  • હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18% થી 5%
  • માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12% થી 5%
  • પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું 12% થી 5%
  • વાસણો 12% થી 5%
  • ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12% થી 5%
  • સીવણ મશીન અને તેના ભાગો 12% થી 5%
  • આરોગ્ય ક્ષેત્રે રાહત

હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18% થી શૂન્ય

  • થર્મોમીટર 18% થી 5%
  • મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5%
  • ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12% થી 5%
  • ચશ્મા 12% થી 5%

સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી

  • નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ 12% થી શૂન્ય
  • પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ 12% થી શૂન્ય
  • પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ 12% થી શૂન્ય
  • ઇરેઝર 5% થી શૂન્ય
  • ખેડૂતોને રાહત

ટ્રેક્ટર 12% થી 5%

  • ટ્રેક્ટર ટાયર અને ભાગો 18% થી 5%
  • જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 12% થી 5%
  • જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12% થી 5%

વાહનો થશે સસ્તા

  • પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
  • ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
  • થ્રી-વ્હીલર વાહનો 28% થી 18%
  • 350 CC સુધીના બાઇક 28% થી 18%
  • માલ પરિવહન માટેના વાહનો 28% થી 18%

ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટ્યો

  • એર કંડિશનર 28% થી 18%
  • 32 ઇંચથી મોટા ટીવી 28% થી 18%
  • મોનિટર અને પ્રોજેક્ટર 28% થી 18%
  • ડીશ વોશિંગ મશીન 28% થી 18%

    શું મોંઘું થયું?

    લક્ઝરી વસ્તુઓ, લકઝરી કાર-બાઇક, તંબાકુ ઉત્પાદન, સિગારેટ, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સને 40%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ GST વસૂલવામાં આવશે.

    Tags :