Get The App

પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
પૂણે પોર્શ કાર કેસ: બે વ્યક્તિને કચડીને મારી નાંખનારા છોકરાને સગીર માનીને જ કેસ ચલાવાશે 1 - image


Pune Porsche Car Accident Case : પૂણેમાં પોર્શ કાર કેસમાં જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં આજે (15 જુલાઈ) સુનાવણી દરમિયાન પુણે સિટી પોલીસને ઝટકો લાગ્યો છે. પોલીસે બોર્ડમાં અરજી કરીને સગીર આરોપી વિરુદ્ધ પુખ્ત વ્યક્તિની જેમ વ્યવહાર કરવાની માંગ કરી હતી, જોકે બોર્ડે તે અરજી ફગાવી દીધી છે. પુણેનાં કોરેગાંવ પાર્ક વિસ્તારમાં 19 મે-2024ના રોજ પોર્શ કારની ટક્કરથી બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કહ્યું કે, ‘પુણેમાં ગત વર્ષે નશાની હાલતમાં પોર્શ કારે ટક્કર મારી હતી, જેમાં બે વ્યક્તિના મોત થયા હતા. આ કેસના 17 વર્ષિય આરોપી પર સગીરનો કેસ ચલાવવામાં આવે.

અગાઉ બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા

આ પહેલા જૂન-2024માં પૂણે બોમ્બે હાઈકોર્ટે સગીર આરોપીને સુધાર ગૃહમાંથી છોડી મુકવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે સગીર આરોપીને જામીન આપ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સગીર આરોપીએ તેની કાકી સાથે રહેવું પડશે.

પિતા અને દાદાએ ડ્રાઈવરને ગોંધી રાખી લાલચ અને ધમકી આપી હતી

પૂણેમાં પોર્શે કાર હેઠળ બંને કચડી નાખનાર સગીર છોકરાને બચાવવા માટે શ્રીમંત અગ્રવાલ પરિવારે તમામ સંભવિત પ્રયાસ કર્યા હતા. કુળદીપકને બચાવવા આરોપીના પિતા અને દાદાએ ડ્રાઇવરને ખોટું નિવેદન નોંધાવવા દબાણ કર્યું હતું. ડ્રાઇવરનું અપહરણ કરી સગીરના પિતા અને દાદાએ તેને બંગલૉમાં ગોંધી રાખી રોકડ રકમ, ગિફ્ટની લાલચ આપી હતી. પરંતુ તેમની વાત ન માનતા આરોપીએ  ડ્રાઇવરને ધમકી આપી હતી, એમ પૂણે પોલીસ કમિશનર  અમિનેશ કુમારે 25 મે-2024માં જણાવ્યું હતું.

આ પણ વાંચો : બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!

તરૂણ, તેના પિતા અને દાદાની કરાઈ હતી ધરપકડ

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અકસ્માત સર્જનારા તરુણ, તેના પિતા વિશાલ અગ્રવાલ અને હવે તેના દાદા સુરેન્દ્ર અગ્રવાલ એમ ત્રણેયની ધરપકડ કરાઈ હતી. આમ એક જ કેસમાં ત્રણ ત્રણ પેઢી પોલીસના સકંજમાં આવી હતી. અકસ્માત બાદ ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં સુરેન્દ્ર અગ્રવાલે ડ્રાઈવરનું અપહરણ કરી તેને ગોંધી રાખી તેને ગુનો પોતાના માથે લઈ લેવા ધાકધમકી આપી હતી. ત્યારબાદ કોર્ટે આરોપીને 28 મે સુધીની પોલીસ કસ્ટડી આપી હતી. ફેમિલી ડ્રાઈવરને 19 મેના અકસ્માત બાદ ખોટી રીતે ઘરમાં ગોંધી રાખવા બદલ સગીરના દાદાની ધરપકડ કરવામાં આવી હતી.

અકસ્માતમાં બે લોકોના થયા હતા મોત

ઉલ્લેખનીય છે કે, પૂણેમાં એક સગીરે નશાની હાલતમાં પોર્શ કાર ચલાવી અકસ્માત સર્જોય હતો, જેમાં 19 મેએ બે આઈટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. દેશભરમાં આ અકસ્માતની ચર્ચાઓ થઈ હતી. આ પહેલા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્ય એલ.એન.દાનવડેએ સગીરને માર્ગ સલામતી પર 300 શબ્દોનો નિબંધ લખવા સહિતની કેટલીક હળવી શરતો સાથે જામીન આપતા ભારે વિવાદ થયો હતો.

આ પણ વાંચો : તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે 'U' આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં

Tags :