Get The App

VIDEO: મુંબઈમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ઇમારત ધસી પડતાં બે શ્રમિકો દટાયાં, ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા

Updated: Sep 5th, 2024

GS TEAM


Google News
Google News
VIDEO: મુંબઈમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ઇમારત ધસી પડતાં બે શ્રમિકો દટાયાં, ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા 1 - image


Building Collapse in Malad, Mumbai : મુંબઈના મલાડ ઇસ્ટમાં નિર્માણાધીન ઇમારત ધરાશાઈ થવાની ઘટના બની છે, જેમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યાર બે ઈજાગ્રસ્ત થયા છે. ચાર શ્રમિકો અંદર ફસાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના ગોવિંદ નગર વિસ્તારમાં બની છે. હાલ ઘટનાસ્થળે પોલીસ સહિત કાફલો પહોંચી ગયો છે અને રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે.

20 માળનો સ્લેબ પડ્યો

મળતા અહેવાલો મુજબ મલાડમાં આજે (5 સપ્ટેમ્બર) નવજીવન નામની નિર્માણાધીન બિલ્ડિંગમાં 20 માળનો સ્લેબ પડ્યો છે. આ બિલ્ડિંંગ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ઘટના બપેરે 12.10 કલાકે બની છે.

બે શ્રમિકોના મોત, બે સારવાર હેઠળ

ઘટના અંગે નગર નિગમના અધિકારીઓએ કહ્યું કે, નિર્માણાધીન બિલ્ડિંગના સ્બેનો કેટલોક ભાગ તૂટી ગયો છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને નજીકની એમ. ડબલ્યુ. દેસાઈ હૉસ્પિટલમાં ખસેડાયા છે. ડૉક્ટરોએ બે શ્રમિકોના મોત થયા હોવાનું જણાવ્યું છે, જ્યારે બે શ્રમિકોની સારવાર ચાલી રહી છે.

Tags :