Get The App

જમવા માટે ટેબલ ન મળતાં મંત્રીએ હોટેલ માથે લીધી, ગંદકીનું બહાનું કાઢી આખું 'તંત્ર' બોલાવી લીધું

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
જમવા માટે ટેબલ ન મળતાં મંત્રીએ હોટેલ માથે લીધી, ગંદકીનું બહાનું કાઢી આખું 'તંત્ર' બોલાવી લીધું 1 - image


Minister Narendra Shivaji Patel: રવિવારે રાત્રે મધ્યપ્રદેશના બ્લિક હેલ્થ એન્ડ મેડિકલ એજ્યુકેશન મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલ એક હોટલમાં ટેબલ ન મળતાં રોષે ભરાયા અને આખી હોટેલ માથે લઈ લીધી. તેમણે રાતો-રાત જ સેફ્ટી ટીમને બોલાવીને સેમ્પલિંગ કરાવ્યું. આ મામલો વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમરના પુત્રના લગ્ન સાથે જોડાયેલો છે. કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર શિવાજી પટેલ ડિનર માટે હોટલ પહોંચ્યા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા. હોટલના મેનેજર અને સ્ટાફે તેને ઓળખવાની ભૂલ કરી. રવિવાર હોવાથી હોટેલમાં ડિનર માટે સીટ રિઝર્વ હતી અને જમવા માટે મંત્રીએ ટેબલ ન હોવાનું સાંભળતા જ ભડકી ગયા. તેમણે તાત્કાલિક હોટલમાં ગંદકી હોવાનું બહાનું કરી ફૂડ વિભાગના સ્ટાફને ફોન કરીને હોટેલમાં બોલાવી લીધો.

હોટલ મેનેજરને જેવી ખબર પડી કે, તેમણે જે વ્યક્તિને સીટ માટે રાહ જોવા કહ્યું હતું, તેઓ રાજ્યના બ્લિક હેલ્થ અને મેડિકલ એજ્યુકેશન મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલ ખુદ છે, ત્યારે તે ઘભરાઈ ગયો. ત્યારબાદ ભાજપ જિલ્લા પ્રમુખ, મીડિયા પ્રભારી અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા. ત્યારબાદ હોટલ સ્ટાફને પોતાની ભૂલ સમજાઈ. જોકે, બાદમાં મંત્રીને જમવા માટે ટેબલ મળી અને પછી મામલો ઉકેલાઈ ગયો.

ફોર્મલ ડ્રેસમાં હોવાથી હોટેલ સ્ટાફ ઓળખી ન શક્યો

તમને જણાવી દઈએ કે, ગ્વાલિયરમાં રવિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમરના દીકરાના લગ્ન હતા. આ લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે પબ્લિક હેલ્થ એન્ડ મેડિકલ એજ્યુકેશન મંત્રી નરેન્દ્ર શિવાજી પટેલ ગ્વાલિયર પહોંચ્યા હતા. લગ્ન સમારોહમાં સામેલ થયા બાદ તેઓ સાંજે SSP ઓફિસ પાછળ પટેલ નગરમાં ક્વોલિટી રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા. જ્યારે મંત્રી પટેલ હોટેલ પહોંચ્યા ત્યારે તેઓ કુર્તા પાયજામામાં નહોતા પરંતુ ફોર્મલ ડ્રેસ કોડમાં હતા. જેના કારણે હોટલ સ્ટાફ તેને ઓળખી ન શક્યો.

આ પણ વાંચો: ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો

રસોડામાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા

રવિવાર હોવાથી હોટેલમાં ભીડ હતી, તેથી મંત્રીને જમવા માટે ટેબલ ન આપી. પહેલા તો મને ઓળખ્યો નહીં અને બીજું મને ટેબલ પણ ન મળી. ત્યારબાદ મંત્રીએ તાત્કાલિક ફૂડ વિભાગની ટીમને બોલાવી. ત્યારબાદ ફૂડ વિભાગ, ભાજપ નેતા અને જિલ્લા પ્રમુખ જયપ્રકાશ રાજૌરિયા, પોલીસ અધિકારી હોટેલ ક્વોલિટી પહોંચ્યા. અહીં ફૂડ વિભાગની ટીમે રસોડામાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતા. આ પછી હોટલ સ્ટાફે માફી માગી. આ હોટલ પણ ભાજપના કોઈ નેતાની માલિકીની હોવાનું કહેવાય છે.

Tags :