VIDEO: ધીરેન્દ્ર શાસ્ત્રીને પાકિસ્તાનના આરિફે પૂછ્યું- 'હું હિન્દુ બની ગયો, નામ બદલવું જરૂરી?'
Dhirendra Krishna Shastri : બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને પાકિસ્તાનમાં જન્મેલા આરિફ અજાકિયા વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો બ્રિટનમાં એક કાર્યક્રમ યોજાયો હતો, તેનો વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ દરમિયાન અજાકિયાએ સવાલ પૂછ્યો હતો, જેનો ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવો જવાબ આપ્યો કે, ત્યાં હાજર લોકોએ તાલીઓ પાડવા લાગ્યા હતા. જો અમે આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતા નથી.
હું ભગવત ગીતા વાંચીને હિન્દુ બન્યો : મોહમ્મદ અજાકિયા
વીડિયોમાં અજાકિયા એવું કહેતા દેખાઈ રહ્યા છે કે, ‘મારું નામ મોહમ્મદ આરિફ અજાકિયા છે, મારો પાકિસ્તાનમાં જન્મ થયો, જ્યારે ભારતમાં જન્મેલા મારા માતા-પિતા 1947માં ભાગલા સમયે પાકિસ્તાન આવી ગયા હતા. મારો નાનો સવાલ છે કે, તમે બધા નસીબદાર છો કે, તમે બધા સનાતનમાં જન્મ લીધો છે. હું મુસ્લિમ પરિવારમાં જન્મ્યો છું, પરંતુ ભગવત ગીતા વાંચીને હિન્દુ બન્યો છું. મને લોકો કહી રહ્યા છે કે, તમે મોહમ્મદ આરિફ અજાકિયા હોવાથી હિન્દુ કેવી રીતે બની શકો છો? શું હિન્દુ બનવા માટે નામ બદલવું જરૂરી છે?’
‘શું નામ બદલ્યા વગર હિન્દુ ન બની શકું?’
અજાકિયાએ વધુમાં કહ્યું કે, ‘લોકોનું કહેવું છે કે, મારે નામ બદલી લેવું જોઈએ. તમે તો જાણો છો કે, નામ બદલવામાં કેટલી સમસ્યા ઉભી થાય છે. બાળકોના જન્મ પ્રમાણપત્રથી લઈને અનેકમાં નામ બદલાવવા પડે છે. શું નામ બદલવું જરૂરી છે. શું નામ બદલ્યા વગર હિન્દુ ન બની શકું? તમે કહ્યું કે, ભારતીય બનીને રહો, તો પછી શું પાકિસ્તાનમાં જન્મેલો વ્યક્તિ ભારતીય ન બની શકે, જો તે દિલથી હિન્દુસ્તાની હોય તો....’
‘હિન્દુત્વ કોઈ ધર્મ નથી, તે માનવતાની વિચારધારા છે’
ત્યારબાદ અજાકિયાના સવાલનો જવાબ આપતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કહે છે કે, ‘હિન્દુત્વ કોઈ ધર્મ નથી, તે માનવતાની વિચારધારા છે. અમને માનવતાની વિચારધારા માટે આપના રંગ, રૂપ કે પછી તમારા દેશથી મતલબ નથી. જોતમે ભગવત ગીતાનું અનુસરણ કરી રહ્યા છો તો તમારું નામ ગમે તે હોય, તમારી ઓળખ કોઈપણ હોય... અમે રહી રસખાનના પણ ગીત ગઈએ છીએ. એટલું જ નહીં જ્યારે દેશની વાત આવે છે, તો અબ્દુલ કલામને પણ સલામ કરીએ છીએ.’
‘તમારા વિચાર બદલાયા, તમે અમારા’
ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, ‘તમે પોતાને હિન્દુ માની લીધા, તે જ અમારા માટે ઘણું છે. તમે નામ બદલો કે ન બદલો, પરંતુ તમારા દિલમાં વિચાર બદલાઈ ગયા છે, તો તમે અમારા છો. તમે કહ્યું કે, તમારો જન્મ ભારતમાં થયો નથી, તો શું પાકિસ્તાની ભારતીય ન હોઈ શકે. વાસ્તવમાં સત્ય એ છે કે, પાકિસ્તાન પણ અમારું છે. 1947 પહેલા તમે અમારા હતા. ભાગલા પડ્યા બાદ એક દિવાલ ઉભી થઈ ગઈ છે, પરંતુ આજે પણ પાકિસ્તાનીઓની દિલ ચિરસો તો ભારતીય જ નીકળશે.’
આ પણ વાંચો : રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત, ચાર્જશીટ પણ દાખલ... જમીન સોદા કેસમાં EDની કાર્યવાહી