India

દુષ્કર્મની વધુ એક ઘટનાથી હોબાળો, બે મિત્રો સાથે મળી પ્રેમીનું જ પ્રેમિકા સાથે ગેંગરેપ, વીડિયો ઉતારી ધમકી આપી

By GS Team
21 Aug 20242 mins read
This article was originally published on 21 Aug 2024
TukuTouch Logo
દેશમાં દુષ્કર્મની ઘટના અટકવાનું નામ ન લેતી હોય તેમ વધુ એક ઘટના બની છે. પશ્ચિમ બંગાળના કોલકાતા, મહારાષ્ટ્રના બદલાપુર બાદ મધ્યપ્રદેશના નરસિંહપુરામાં ગેંગરેપની ઘટના બની છે, જેમાં પ્રેમીએ બે મિત્રો સાથે મળી 18 વર્ષની યુવતી પર દુષ્કર્મ કરતા ખળભળાટ મચ્યો છે. એટલું જ નહીં આરોપીઓએ ગેંગરેપનો વીડિયો પણ ઉતાર્યો છે અને યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી છે. હાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે FIR નોંધી તમામ આરોપીની ધરપકડ કરી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુષ્કર્મની વધુ એક ઘટનાથી હોબાળો, બે મિત્રો સાથે મળી પ્રેમીનું જ પ્રેમિકા સાથે ગેંગરેપ, વીડિયો ઉતારી ધમકી આપી

Madhya Pradesh Rape Case : દેશમાં દુષ્કર્મની ઘટના અટકવાનું નામ ન લેતી હોય તેમ વધુ એક ઘટના બની છે. પશ્ચિમ બંગાળના કોલકાતા, મહારાષ્ટ્રના બદલાપુર બાદ મધ્યપ્રદેશના નરસિંહપુરામાં ગેંગરેપની ઘટના બની છે, જેમાં પ્રેમીએ બે મિત્રો સાથે મળી 18 વર્ષની યુવતી પર દુષ્કર્મ કરતા ખળભળાટ મચ્યો છે. એટલું જ નહીં આરોપીઓએ ગેંગરેપનો વીડિયો પણ ઉતાર્યો છે અને યુવતીને વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી છે. હાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે FIR નોંધી તમામ આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઈન્સ્ટાગ્રામ મિત્રએ દુષ્કર્મ કરી બે મિત્રોને પણ બોલાવ્યા

મળતા અહેવાલો મુજબ, 18 વર્ષની યુવતીનો ઈન્સ્ટાગ્રામ મિત્ર યશવંત પટેલે તેણીને મળતા બોલાવી હતી. ત્યારબાદ બંને દાદાજી મંદિરમાં દર્શન કર્યા બાદ એક જંગલમાં ગયા હતા. જ્યાં યુવકે તેના પર દુષ્કર્મ કર્યું હતું. પછી આરોપીએ પોતાના બે મિત્રો હેમરાજ અને હેમંતને પણ બોલાવ્યા હતા અને યુવતીને બંને હવસખોરના હવાલે કરી દીધી હતી. બંને મિત્રો યુવતી પર ગેંગરેપ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : “મહિલાઓ સાથે થઇ રહેલા અત્યાચારને જોઇને..” : કોલકાતા રેપ કેસ પર હેમા માલિનીનું નિવેદન

આરોપીએ ગેંગરેપનો વીડિયો ઉતાર્યો, વાયરલ કરવાની ધમકી આપી

યુવતીની ફરિયાદ મુજબ આરોપીઓએ ગેંગરેપનો વીડિયો ઉતાર્યો હતો અને વાયરલ કરવાની ધમકી આપી મોઢું બંધ રાખવા કહ્યું હતું. FIR બાદ પોલીસે યુવતીનું મેડિકલ કરાવ્યું છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પીડિતાએ કહ્યું કે, યુવકો પાસે વીડિયો હતો, જેના કારણે તે ચુપ રહી હતી, જોકે પછી હવસખોરોએ બ્લેકમેલ કરવાનું શરૂ કરતા તેણીએ પરિવારને વાત કર્યા બાદ કેસ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો : દુષ્કર્મ પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા સહિતના પ્લેટફોર્મ પર જાહેર કરવી ગુનો, જાણો શું છે સજા?