Get The App

VIDEO : નર્મદા પરિક્રમા માટે મુસાફરોને લઈને જતી બસ પલટી; 1 મોત, 55ને ઈજા

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : નર્મદા પરિક્રમા માટે મુસાફરોને લઈને જતી બસ પલટી; 1 મોત, 55ને ઈજા 1 - image

MP Bus Accident : મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાંથી આજે (31 ઓક્ટોબર) એક દુ:ખદ ઘટના બની છે. અહીં નર્મદા પરિક્રમા માટે શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી એક બસ પલટી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 55 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના બૈગુર ગામ પાસે સવારે આશરે આઠ વાગ્યે બની હતી.

બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી

પોલીસ અધિક્ષક જગદીશ ડાવરે જણાવ્યું કે, બસ ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ લપસીને ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. ઘટનાસ્થળ પાસે જ એક ઊંડી ખીણ હતી, જો બસ તેમાં પડી ગઈ હોત, તો અકસ્માત વધુ ભયાનક બન્યો હતો. બસમાં સવાર તમામ 56 યાત્રીઓ ઇન્દોર અને ધાર જિલ્લાના રહેવાસી હતા.

સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી

બસ પલટી ખાતા જ આસપાસના ગ્રામજનો તુરંત દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. થોડી જ વારમાં SDERF અને પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લગભગ બેથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ વાહનમાં ફસાયેલા અનેક યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ‘RSS પર ફરી પ્રતિબંધ લગાવવો જોઈએ’, ખડગેએ સંઘ અને ભાજપ પર સાધ્યું નિશાન

15 મુસાફરો ગંભીર ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્તોને તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત 15 યાત્રીઓને વધુ સારવાર માટે બડવાની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના યાત્રીઓની સારવાર ખેતિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહી છે. 

આ પણ વાંચો : Ind vs Aus T20: ઓસ્ટ્રેલિયાએ ભારતને ચાર વિકેટે હરાવ્યું, 126 રનનું લક્ષ્ય કર્યું સહેલાઈથી ચેઝ