India

હવે રાજ્યસભાના સદસ્ય બનશે કેજરીવાલ? પેટાચૂંટણીમાં જીત બાદ કરી મોટી જાહેરાત

By GS TEAM
23 Jun 20252 mins read
TukuTouch Logo
પંજાબની લુધિયાણા વિધાનસભા બેઠક અને ગુજરાતની વિસાવદર બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજીવ અરોરા અને ગોપાલ ઈટાલિયાની જીત થઈ છે. બે બેઠકો જીત્યા બાદ AAPના પ્રમુખ અરવિંદ કેજરીવાલને રાજ્યસભામાં મોકલવાની તૈયારીઓ શરુ થઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષે દાવો કર્યો છે કે, કેજરીવાલ સંજીવ અરોરાની જગ્યાએ રાજ્યસભામાં જશે. જોકે કેજરીવાલે આ મુદ્દે સ્પષ્ટ જવાબ આપી દીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે રાજ્યસભાના સદસ્ય બનશે કેજરીવાલ? પેટાચૂંટણીમાં જીત બાદ કરી મોટી જાહેરાત

Arvind Kejriwal On Rajya Sabha : પંજાબની લુધિયાણા વિધાનસભા બેઠક અને ગુજરાતની વિસાવદર બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજીવ અરોરા અને ગોપાલ ઈટાલિયાની જીત થઈ છે. બે બેઠકો જીત્યા બાદ AAPના પ્રમુખ અરવિંદ કેજરીવાલને રાજ્યસભામાં મોકલવાની તૈયારીઓ શરુ થઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષે દાવો કર્યો છે કે, કેજરીવાલ સંજીવ અરોરાની જગ્યાએ રાજ્યસભામાં જશે. જોકે કેજરીવાલે આ મુદ્દે સ્પષ્ટ જવાબ આપી દીધો છે.

‘શું તમે રાજ્યસભામાં જવાના છો’ કેજરીવાલને પૂછાયો પ્રશ્ન

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે સોમવારે (23 જૂન) પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે, ‘શું તમે રાજ્યસભામાં જવાના છો.’ તો તેમણે કહ્યું કે, ‘રાજ્યસભામાં કોણ જશે? તે અંગે પાર્ટીની પોલિટિકલ અફેયર્સ કમિટી નિર્ણય લેશે. પરંતુ હું રાજ્યસભામાં જવાનો નથી. તમે લોકોએ મને ઘણીવાર મોકલ્યો છે.’

આ પણ વાંચો : દિલ્હીમાં પરાજય બાદ AAPને રાહત: ગુજરાત જ નહીં આ રાજ્યમાં પણ જીતી પેટાચૂંટણી

લુધિયાણા અને વિસાવદરમાં AAPની જીત

લુધિયાણા બેઠક (Ludhiana Assembly By-Election 2025 Result) પરથી સંજય અરોરા અને વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયાએ જીત મેળવી છે. આમ આદમી પાર્ટીના આ બંને ઉમેદવારોની જીત થયા બાદ પાર્ટીએ પંજાબ અને ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. કેજરીવાલે AAPએ ચૂંટણીની તારીખો જાહેર થઈ તે પહેલાં જ રાજ્યસભાના સભ્ય સંજીવ અરોરા(Sanjeev Arora)ને લુધિયાણા બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને હવે તેમણે જીત મેળવી લીધી છે. આવી સ્થિતિમાં તેમની જીત બાદ સ્પષ્ટ છે કે, તેઓ રાજ્યસભામાંથી રાજીનામું આપશે. વર્ષ 2022 સુધી લુધિયાણા કોંગ્રેસનો ગઢ કહેવાતી હતી. કેજરીવાલે વચન આપ્યું હતું કે, અરોરા જીતશે તો તેમને ભગવંત માન સરકારમાં મંત્રી બનાવાશે. ધારાસભ્ય ગુરપ્રીત યોગીનું મોત થયા બાદ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીત

જ્યારે ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly By-Election 2025) યોજાયેલી પેટા-ચૂંટણીમાં AAP ઉમેદવાર ગોપાલ ઈટાલિયા(Gopal Italia)ની મોટી જીત થઈ છે. ઈટાલિયને 75,942 મત, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,388 મત અને કોંગ્રેસના નિતિન રણપરિયાને 5501 મત મળ્યા છે. આ બેઠક પરના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ ડિસેમ્બર-2023થી વિસાવદર બેઠક ખાલી પડી હતી.

આ પણ વાંચો : પૂર્વ CMની કાર નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, છતાં ઉજવણી અને ફૂલવર્ષા યથાવત્ રહી