VIDEO : 10 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઇક સહિત યુવક ખાબક્યો, લખનઉ યુનિવર્સિટી સામે બની ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lucknow University Road Sinkhole: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યુનિવર્સિટી પાસે ભારે વરસાદ બાદ રસ્તામાં આશરે 10થી 12 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઈક સહિત યુવક તેમાં ખાબક્યો હતો. ઘટના બાદ યુવકને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ભુવામાં પડેલા બાઈકને ક્રેનની મદદથી બહાર કાઢ્યું હતું. સમગ્ર મામલે રાજધાનીમાં સરકારી તંત્ર અને રસ્તાની હાલત પર ગંભીર સવાલો થઈ રહ્યા છે.
લખનઉમાં ધોધમાર વરસાદના કારણે યુનિવર્સિટી પાસેનો માર્ગ ઘસી પડતાં ઊંડો ભુવો પડ્યો હતો. આ દરમિયાન એક બાઈકનો ભુવામાં ગરકાવ થયો હતો. જેની જાણ થતાં પોલીસ સહિત તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી હતી. જો કે, રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી સ્થિતિ વધુ બગડી હતી.
રાજધાની લખનઉમાં મસમોટા ભુવા પડવાની ઘટનાને લઈને સ્થાનિકો તંત્રની કામગીરી સામે અનેક સવાલો કરી રહ્યા છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા ભુવાને ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.




