COD પર ઓનલાઈન મોંઘા સ્માર્ટફોન મગાવી ડિલિવરી બોયની કરી હત્યા, લખનઉનો ચોંકાવનારો કિસ્સો

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
delivery boy Killed


Delivery Boy Killed In UP: ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં ગઈકાલે ફ્લિપકાર્ટના ડિલિવરી બોય ભરત કુમાર પ્રજાપતિ (ઉ.વ.32)ની કેશ ઓન ડિલિવરી પર મોંઘા ફોન મગાવી પેમેન્ટ કરતી વખતે ઘરમાં બોલાવી ક્રૂર હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાએ હત્યા ડિલિવરી બોય પાસેથી રૂ. 1.5 લાખની કિંમતના બે સ્માર્ટફોન અને રૂ. 35 હજારની રોકડ લૂંટી લીધી હતી.

હત્યાનો મુખ્ય આરોપી ચિનહટ નિવાસી ગજાનન દુબે ઉર્ફે ગજેન્દ્ર ઉર્ફે રાજ પણ ફ્લિપકાર્ટમાં જ કામ કરતો હતો. પરંતુ એક વર્ષ પહેલાં ગજાનને રૂ. 2 લાખની ગફલત કરતાં નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

મૃતકની લાશ નહેરમાં ફેંક્યો

જામો નિવાસી ભરત કુમાર પ્રજાપતિ પત્નિ અખિલેશ કુમારી સાથે ચિનહટ વિસ્તારના સતરિખ રોડ પર સવિતા વિહારમાં રહેતો હતો. જે ઈન્સ્ટા કાર્ડ પ્રા.લિ. કંપનીમાં ડિલિવરી બોય હતો. 24 સપ્ટેમ્બરની બપોરે 49 ગ્રાહકોને સામાન ડિલિવર કરવા ઓફિસેથી નીકળેલો ભરત પરત ન ફરતાં ફરિયાદ નોંધાઈ હતી. મુખ્ય આરોપી ગજાનને પોતાના સાથી મિત્રો આકાશ શર્માની સાથે ભરતની લેપટોપ ચાર્જરના વાયર વડે નિર્મમ હત્યા કરી લાશ ઈન્દિરા નહેરમાં ફેંકી દીધી હતી. 

મૃતક અને આરોપીની શોધખોળ જારી

પોલીસે જણાવ્યા પ્રમાણે, ઈન્દિરા નહેરમાં ફેંકી દેવામાં આવેલી ભરતની લાશની તપાસ જારી છે. આરોપી ગજાનન પણ ફરાર છે, જેની શોધખોળ માટે ચાર ટીમ તૈનાત કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીને સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બાદમાં તેને જેલ ભેગો કર્યો છે.

આ પણ વાંચોઃ કેરળમાં 100 વર્ષ જૂના ગામ પર વક્ફ બોર્ડનો દાવો, 610 પરિવારો સામે બેઘર થવાનું જોખમ



ગજાનને બે મોબાઈલ ફોન ઓર્ડર કર્યા હતા

ગજાનને પોતાના પાડોશી હિમાંશુ કનોજિયાની મદદથી દોઢ લાખ રૂપિયાના બે મોબાઈલ ફોન ઓનલાઈન ઓર્ડર કર્યા હતા. મોડી રાત સુધી ભરત ઘરે ન પહોંચતા પરિવારે તેની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતાં ઘટનાનો પર્દાફાશ થયો હતો. ડીસીપી પૂર્વી શશાંક સિંહે જણાવ્યું કે, આરોપી આકાશ શર્માની ધરપકડ થઈ ચૂકી છે. તેની પાસેથી મૃતકનો મોબાઈલ અને તેની પાસેથી લૂંટી લેવામાં આવેલો સામાન જપ્ત કર્યો છે. ગજાનની શોધખોળ ચાલુ છે.

આ રીતે આપ્યો હત્યાને અંજામ

પોલીસના જણાવ્યા પ્રમાણે,મુખ્ય આરોપી ગજાનન અને આકાશે જ્યારે ડિલિવરી બોય પાર્સલ આપવા આવ્યો, ત્યારે તેની પાસેથી ઓર્ડર કરેલા ફોન લઈ પેમેન્ટ કરવા ઘરમાં બોલાવ્યો હતો. ઘરની અંદર આવતા જ ભરતને ખૂબ માર્યો હતો. બાદમાં આકાશ તેનો હાથ પકડી તેની છાતી પર બેસી ગયો અનેગજાનને લેપટોપના ચાર્જરના કેબલથી તેના ગળે ટૂંપો આપ્યો હતો. બાદમાં લાશના ટુકડા કરી નહેરમાં ફેંકી દીધી હતી. પુરાવાનો નાશ કરવા ઘર અને કારની સાફ-સફાઈ કરી હતી. મૃતકની બાઈક અન્ય વિસ્તારમાં મૂકી દીધી હતી. પરંતુ સીસીટીવી કેમેરા, કોલ ડિટેલ અને લોકેશનની મદદથી આરોપી પકડાઈ ગયા હતાં.

COD પર ઓનલાઈન મોંઘા સ્માર્ટફોન મગાવી ડિલિવરી બોયની કરી હત્યા, લખનઉનો ચોંકાવનારો કિસ્સો 2 - image


Google NewsGoogle News