India

સપ્ટેમ્બરના પહેલા જ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં વધારો: કોમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ઘરેલુ ગ્રાહકોને રાહત

By GS Team
1 Sep 20261 min read
TukuTouch Logo
નવા મહિનાની શરૂઆત સાથે જ 1 સપ્ટેમ્બર, 2026 થી દેશભરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોવાળા સિલિન્ડર પર ₹9.50 નો વધારો ઝીંક્યો છે, જે રેસ્ટોરન્ટ અને હોટેલના સંચાલન ખર્ચ વધારશે. જોકે, 14.2 કિલોના ઘરેલુ રાંધણગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી, જે ગૃહિણીઓ માટે રાહતની વાત છે. 5 અને 10 કિલોના સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સપ્ટેમ્બરના પહેલા જ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં વધારો: કોમર્શિયલ સિલિન્ડર મોંઘો થયો, ઘરેલુ ગ્રાહકોને રાહત

LPG Cylinder Price Hike 01 September 2026: નવા મહિનાની શરૂઆત સાથે જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે. 01 સપ્ટેમ્બર 2026થી દેશભરમાં 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે. જોકે, સામાન્ય પરિવારો અને ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે 14.2 કિલોવાળા ઘરેલુ રાંધણગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

9 કિલો કોમર્શિયલ સિલિન્ડરમાં રૂ. 9.50 સુધીનો વધારો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ, 19 કિલોગ્રામ ધરાવતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹9.50 પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, હોટેલ અને નાના વેપારીઓ માટે આ વધારાને કારણે સંચાલન ખર્ચમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે.

5 કિલો અને 10 કિલો સિલિન્ડરના ભાવ સ્થિર

  • 5 કિલો સામાન્ય 'છોટુ' LPG સિલિન્ડર: ₹349.50 ના ભાવે સ્થિર છે.
  • XTRALITE સિલિન્ડર: ₹339 ના ભાવ પર યથાવત છે.
  • 5 કિલો નોન-ડોમેસ્ટિક સિલિન્ડર: આ કેટેગરીમાં ₹2 નો નજીવો વધારો નોંધાયો છે, જેના ભાવ ₹762 થી વધીને ₹764 થયા છે.