Lokpal : ભારતનું એન્ટી કરપ્શન વોચડોગ એટલે કે લોકપાલ ઓફ ઇન્ડિયા (Lokpal)છે. તેમની જવાબદારી છે કે, દેશના પૈસાનો ખોટા ઉપયોગ પર નજર રાખવી. જોકે, લોકપાલ સંબંધિત એક સમાચાર સામે આવ્યા કે, જેના પર પ્રશ્નો ઉભા થયા છે. હકીકતમાં 16 ઓક્ટોબરના રોજ લોકપાલની વેબસાઇટ પર લોકપાલ અધ્યક્ષ સહિત સાત સભ્યો માટે કાર ખરીદવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યું હતું. આમ તો આ સાંભળવામાં આ સામાન્ય લાગશે, પરંતુ વિવાદ કારના મોડેલ પર છે. હકીકતમાં નોટીફિકેશન પ્રમાણે લોકપાલને સાત BMW 3 Series Li કારની જરૂર છે, દરેકની ગાડીની કિંમત લગભગ 70 લાખ રુપિયા છે. ઘણા લોકો આ અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
પ્રશાંત ભૂષણે ઉઠાવ્યો સવાલ
સામાજિક કાર્યકર્તા અને વકીલ પ્રશાંત ભૂષણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ખરીદી અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, લોકપાલ સંસ્થાને મોદી સરકારે ઘણા વર્ષોથી ખાલી રાખીને ફરી નવા સભ્યોની નિમણૂક કરી છે. તેઓ ભ્રષ્ટાચારથી હેરાન છે અને પોતાની વૈભવી સુવિધાઓથી ખુશ છે. તેઓ હવે પોતાના માટે 70L BMW કાર ખરીદી રહ્યા છે.
ક્યારે અસ્તિત્વમાં આવ્યું લોકપાલ
લોકપાલ અધિનિયમ (Lokpal and Lokayuktas Act): વર્ષ 2013 માં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત લોકપાલની સ્થાપના કરવામાં આવી હતી. તેને 1 જાન્યુઆરી, 2014 ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. તે 16 જાન્યુઆરી, 2014 ના રોજ અમલમાં આવ્યો હતો. જોકે, તેની સ્થાપના પછી ઘણા વર્ષો સુધી કોઈ લોકપાલની નિમણૂક કરવામાં આવી ન હતી. માર્ચ 2019 માં પ્રથમ લોકપાલની નિમણૂક કરવામાં આવી હતી. ન્યાયાધીશ પિનાકી ચંદ્ર ઘોષ ભારતના પ્રથમ લોકપાલ બન્યા.
લોકપાલની જરૂર કેમ પડી?
જનલોકપાલ 2011 ના અન્ના હજારે આંદોલનનું પરિણામ હોવાનું કહેવાય છે. અન્ના હજારેના આંદોલને સરકાર પર ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવા માટે એક સ્વતંત્ર સંસ્થા સ્થાપિત કરવા દબાણ કર્યું હતું. આ એ સમય હતો જ્યારે દેશમાં કૌભાંડોના સમાચારો મોટા પ્રમાણમાં આવી રહ્યા હતા. જોકે, સરકારી વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવા માટે કોઈ સ્વતંત્ર અને અસરકારક વ્યવસ્થા નહોતી. લોકપાલની સ્થાપના જાહેર વિશ્વાસ વધારવા અને ઉચ્ચ સ્તરીય સરકારી અધિકારીઓ અને મંત્રીઓની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી.
આ પણ વાંચ: મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં!
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકર તેના વર્તમાન અધ્યક્ષ છે. જે કારની ખરીદી પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે તે અધ્યક્ષ સહિત દરેકને પૂરી પાડવામાં આવશે. મીડિયા રિપોતર્ટ પ્રમાણે BMW આ વાહનોની ડિલિવરી પર ડ્રાઇવરો અને કર્મચારીઓને સાત દિવસની તાલીમ પણ આપશે. તાલીમમાં કારની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને તેમના ઉપયોગ વિશેની માહિતી પણ શામેલ હશે. આ BMW વાહન ખૂબ જ સલામત માનવામાં આવે છે અને તે બધી જરૂરી સુવિધાઓથી સજ્જ છે.


