mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

VIDEO: પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે ભાજપ ઉમેદવાર પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

Updated: May 25th, 2024

VIDEO: પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે ભાજપ ઉમેદવાર પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ 1 - image


West Bengal Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આજે પશ્ચિમ બંગાળની આઠ બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. જોકે આ દરમિયાન ઝાડગ્રામ બેઠક પર ભાજપના ઉમેદવાર (BJP Candidate) પર પથ્થરમારો થવા ઉપરાંત કેટલાક વાહનોમાં તોડફોડની ઘટના બનતા ભારે તંગદિલી સર્જાઈ છે. ભાજપના ઉમેદવાર પશ્ચિમ મિદનાપુર જિલ્લાના ગરબેટાના મંગલાપોટ વિસ્તારમાંથી હતા, આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ વિરોધ કરવાની સાથે તેમના પર અને તેમના સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો કરાયો હતો.

ભાજપ ઉમેદવાર પર પથ્થમારાનો વીડિયો આવ્યો સામે

ભાજપ ઉમેદવાર પ્રણત ટુડૂ પર થયેલા પથ્થમારાનો વીડિયો પર વાયરલ થયો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, કેટલાક લોકો પીછો કરતા હોવાથી સુરક્ષા કર્મચારીઓ ઉમેદવારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન આસપાસથી પથ્થમારો થતા ઉમેદવારો, સુરક્ષા અધિકારીઓ અને કેટલાક મીડિયા કર્મચારીઓ દોડતા જોવા મળી રહ્યા છે.

પથ્થરમારામાં બે સુરક્ષા કર્મી ઈજાગ્રસ્ત

ભાજપ ઉમેદવારે ઘટના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર નિશાન સાધ્યું છે. તેમણે ટીએમસીના ગુંડાઓને દોષિત ઠેરવ્યા છે અને દાવો કર્યો છે કે, પથ્થરમારામાં બે સુરક્ષા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજીતરફ બંગાળની સત્તાધારી પાર્ટીએ કહ્યું કે, જ્યારે એક મહિલા મતદાન કરવા માટે લાઈનમાં ઉભી હતી, તે દરમિયાન તેમના સુરક્ષા કર્મચારીઓએ મહિલા પર હુમલો કર્યો હતો.

Gujarat