લોકસભા ચૂંટણી 2029માં પોતાની ભૂમિકા અંગે નીતિન ગડકરીએ કહ્યું- 'અત્યાર સુધી એક ન્યૂઝ રીલ હતી, અસલી ફિલ્મ હજુ બાકી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nitin Gadkari Big Statement: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે 2029 લોકસભા ચૂંટણીમાં પોતાની ભૂમિકા પર પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો હતો. તેમણે દાવો કર્યો કે, છેલ્લા 11 વર્ષથી જે કંઈ જોવા મળ્યું, તે માત્ર એક ન્યૂઝ રીલ હતી. અસલી ફિલ્મ હજુ આવવાની બાકી છે. જો કે, કેન્દ્રીય મંત્રીએ ભાર આપીને કહ્યું કે, પાર્ટી જ પોતાના પદાધિકારીઓની જવાબદારીઓ અંગે નિર્ણય લે છે. તેવામાં હાઇકમાન્ડ જે પણ પદ માટે નક્કી કરશે, તે કામ કરીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, 'અત્યાર સુધી જે થયું છે, તે તો ન્યૂઝ રીલ હતી. અસલી ફિલ્મ શરુ થવાની બાકી છે. કાર્યકર્તાની જવાબદારી અને તેઓ શું કામ કરશે, આ પાર્ટી નક્કી કરે છે. મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે, હું તે પૂર્ણ કરીશ. મેં ક્યારેય પોતાનો રાજકીય બાયોડેટા આગળ નથી કર્યો. ક્યારે સમર્થકોને ઍરપોર્ટ પર મારા માટે સ્વાગત કાર્યક્રમ કરવા નથી કહ્યું.'
આ પણ વાંચો: ભારત માત્ર ઍસેમ્બલ કરે, ચીન નફો કમાય છે: રાહુલ ગાંધીએ 'મેક ઇન ઇન્ડિયા' પર ઉઠાવ્યો સવાલ
વધુમાં ગડકરીએ કહ્યું કે, 'મારી વ્યક્તિગત ઇચ્છા ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે તેને રોકવાની દિશામાં કામ કરવાની છે. હમણાંથી રોડ નિર્માણના બદલે કૃષિ અને અન્ય સામાજિક પાસાઓ પર વધુ કામ કરું છું.'
ભારતની પ્રતિ વ્યક્તિ આવક દુનિયામાં ટોપ 10મા શા માટે નથી?
તેમને પૂછવામાં આવ્યું કે, ભારતની પ્રતિ વ્યક્તિ આવક દુનિયામાં ટોચના 10 દેશોમાં શા માટે નથી? જનસંખ્યા નિયંત્રણ વિધેયકનું સમર્થન કરતાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે, 'તેના માટે દેશની જનસંખ્યા જવાબદાર છે. આ કોઈ ધાર્મિક કે ભાષાનો મુદ્દો નથી. આ એક આર્થિક મુદ્દો છે. એટલો વિકાસ થવા છતાં પરિણામ જોવા મળી રહ્યા નથી. તેનું કારણ વધતી જનસંખ્યા છે.'
આ પણ વાંચો: ઈરાન વર્ષોથી ભારતનું સહયોગી, ઈઝરાયલના હુમલા પર ભારતનું મૌન અયોગ્ય: સોનિયા ગાંધી









