AQI Chants Disrupt Lionel Messi’s Delhi Event | આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી ભારતની મુલાકાતે આવ્યો છે. કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ બાદ આજે મેસી દિલ્હી પહોંચ્યો હતો. દિલ્હીના સ્ટેડિયમ આયોજિત કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ફૂટબોલર ફેન્સે મેસીનું ભવ્ય સ્વાગત કર્યું. જોકે મુંબઈની જેમ દિલ્હીમાં ફેન્સે હૂટિંગ કર્યું હોવાનો દાવો છે. કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના નેતાઓએ વીડિયો શેર કર્યા છે.
દિલ્હીના સ્ટેડિયમમાં લાગ્યા AQI AQIના નારા
મેસીના કાર્યક્રમ દરમિયાન સ્ટેડિયમમાં લોકોએ AQI-AQIના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે વીડિયો શેર કરી કહ્યું, કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સ્ટેડિયમ પહોંચ્યા અને નારા લાગ્યા. જનતા હવે વોટ ચોરોને જવાબ આપી રહી છે.
નોંધનીય છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. સવારના સમયે ધુમ્મસ અને પ્રદૂષણ બંનેના કારણે વિઝિબિલિટી પણ ઘટી જાય છે. ફેફસા સંબંધિત બીમારી ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવાના કેસ પણ વધી રહ્યા છે.
મુંબઈમાં નેતા અને અભિનેતા પર ભડક્યા હતા લોકો
વાનખેડે સ્ટેડિયમમાં મેસીનું ભવ્ય સ્વાગત કરાયું જેમાં હજારોની સંખ્યામાં ફૂટબોલ ફેન્સ હાજર રહ્યા. કાર્યક્રમમાં ભારતના મહાન ફૂટબોલર સુનિલ છેત્રી તથા મહાન ક્રિકેટ સચિન તેંડુલકરે મેસી સાથે મુલાકાત કરી. જોકે આ કાર્યક્રમમાં અભિનેતા અને નેતા પણ પહોંચ્યા હતા જે ફેન્સ ન ગમ્યું. કાર્યક્રમમાં અજય દેવગણ અને ટાઈગર શ્રોફની એન્ટ્રી થતાં જ લોકોએ હૂટિંગ ( બૂમાબૂમ ) શરૂ કરી હતી. બાદમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ આભારવિધિ માટે માઈક હાથમાં લેતા જ લોકોએ ફરી બૂમાબૂમ કરી હતી. લોકોનો વિરોધ જોતાં ફડણવીસે 'ગણપતિ બાપ્પા... મોરયા'નો નારો લગાવ્યો, જે બાદ ફેન્સ પણ શાંત થયા.


