India

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અંગે લેટેસ્ટ અપડેટ, જાણો ક્યારથી દોડશે અને કેટલે પહોંચ્યું કામ?

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ રૂટ પર 2027માં શરૂ થવાની તૈયારીમાં છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવસારી પાસે ઇલેક્ટ્રિફિકેશન કામનો વીડિયો શેર કરીને અપડેટ આપ્યું છે. 508 કિલોમીટરના આ કોરિડોરમાં 22,000 OHE માસ્ટ અને 25,700 કેન્ટિલીવર એસેમ્બલી ફીટ કરાઈ રહી છે. 320 કિમી/કલાકની ઝડપે 6 કલાકની મુસાફરી માત્ર 2 કલાકમાં પૂર્ણ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અંગે લેટેસ્ટ અપડેટ, જાણો ક્યારથી દોડશે અને કેટલે પહોંચ્યું કામ?

Mumbai Bullet Train Updates : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન (India's First Bullet Train) ચલાવવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે. આ હાઇ-સ્પીડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ આગામી વર્ષે 2027માં 15મી ઓગસ્ટના રોજ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ ટ્રેન મુંબઈ-અમદાવાદ રૂટ (Mumbai-Ahmedabad Bullet Train) પર દોડશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર આ મિશન સાથે જોડાયેલા કામની ઝડપનો એક વીડિયો શૅર કરીને મોટું અપડેટ આપ્યું છે.

508 કિલોમીટર કોરિડોર પર કામ ઝડપી બન્યું

રેલ મંત્રીએ તેમના એક્સ (X) હેન્ડલ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 508 કિલોમીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર હવે ઝડપથી આકાર લઈ રહ્યો છે. તેમણે શૅર કરેલા વીડિયોમાં ગુજરાતના નવસારી પાસે ટ્રેક પર ઇલેક્ટ્રિફિકેશન (વીજળીકરણ)નું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે, જે આ સમગ્ર પ્રોજેક્ટ માટે એક મહત્વપૂર્ણ તબક્કો છે. વીડિયોમાં એન્જિનિયરો અને કર્મચારીઓ વીજળીની સિસ્ટમ ફિટ કરતા નજરે પડે છે.

Bullet Train 1.jpg

કેવી રીતે અને કેટલું કામ થઈ રહ્યું છે?

રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ:

આ કોરિડોરમાં 1,125 ટ્રેક કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે.

ટ્રેક પર વીજળીના વાયરોને સપોર્ટ આપવા માટે 22,000 OHE માસ્ટ (ઓવરહેડ ઇલેક્ટ્રિકલ માસ્ટ) લગાવવામાં આવી રહ્યા છે.

ઓવરહેડ વાયર સિસ્ટમ માટે જરૂરી 25,700 કેન્ટિલીવર એસેમ્બલી ફિટ કરવામાં આવી રહી છે.

Bullet Train 2.jpg

320 કિમીની ઝડપ, 6 કલાકની સફર માત્ર 2 કલાકમાં

બુલેટ ટ્રેન જ્યારે આ રૂટ પર ફૂલ સ્પીડમાં દોડશે, ત્યારે તેની ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. હાલમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ/વંદે ભારત જેવી ટ્રેનોમાં મુસાફરી કરવા માટે આશરે 6 કલાકનો સમય લાગે છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ આ 6 કલાકનું અંતર ઘટીને માત્ર 2 કલાક જેટલું થઈ જશે.

Bullet train 3.jpg

આ 12 સ્ટેશનો પર ઊભી રહેશે બુલેટ ટ્રેન

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થાય છે. આ સમગ્ર રૂટ દરમિયાન 12 મુખ્ય સ્ટેશનો પર તેના સ્ટોપેજ નક્કી કરવામાં આવ્યા છે:

મુંબઈ (BKC)

ઠાણે

વિરાર

બોઈસર

વાપી

બિલિમોરા

સુરત

ભરૂચ

વડોદરા

આણંદ

અમદાવાદ

સાબરમતી

Bullet train 4.jpg