Get The App

પૂણેમાં મોડી રાતે ગમખ્વાર અકસ્માત, કાર રસ્તામાં ઊભેલી પીકઅપ વેનને અથડાતા 8 લોકોના મોત

Updated: Jun 19th, 2025

GS TEAM

Google News
Google News
પૂણેમાં મોડી રાતે ગમખ્વાર અકસ્માત, કાર રસ્તામાં ઊભેલી પીકઅપ વેનને અથડાતા 8 લોકોના મોત 1 - image


Pune Accident: મહારાષ્ટ્રના પૂણેમાં બુધવારે (18 જૂન) મોડી રાત્રે અકસ્માત થયો હતો. અહીં જેજૂરી મોરગાંવ રોડ પર પૂરપાટ ગતિએ દોડતી સિડાન કાર અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં હતા અને પાંચ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. પૂણે ગ્રામીણના એસપી સંદીપ સિંહ ગિલે આ વિશે જાણકારી આપી છે. 

આ પણ વાંચોઃ Operation Sindhu: યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ફસાયેલા 110 વિદ્યાર્થીઓને લઈને વિમાન દિલ્હી પહોંચ્યું

શું હતી ઘટના? 

પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત જેજુરી-મોરગાંવ રોડ પર થયો હતો. પૂણેથી મોરગાંવ જઈ રહેલી કાર જેજુરીથી મોરગાંવ જઈ રહી હતી. આ દરમિયાન કારે શ્રીરામ ઢાબા સામે એક પિકઅપ વાન સાથે ટક્કર મારી. કારમાં સવાર ચાર પુરૂષ અને એક મહિલા તેમજ પિકઅપ ચાલક અને ટ્રક પાસે ઊભેલા બે અન્ય લોકોના મોત નિપજ્યા હતા. હાલ, આ મામલે તપાસ ચાલી રહી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. 

આ પણ વાંચોઃ લગ્ન સંબંધિત વિવાદમાં હવે વોટ્સએપ ચેટને પુરાવા તરીકે સ્વીકારાશે : હાઈકોર્ટનો ચુકાદો

કારચાલકે મારી ટક્કર

ઘટનાસ્થળ પાસેથી મળતી માહિતી મુજબ, શ્રીરામ હોટેલની બહાર જ્યારે પિકઅપ ટેમ્પોમાંથી સામાન ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે પાછળથી કારે જોરદાર ટક્કર મારી. અકસ્માત થતા જ ઘટનાસ્થળે ભીડ ભેગી થવા લાગી. પોલીસે પહોંચીને મૃતદેહો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા. બાદમાં ક્રેન બોલાવીને, કાર અને પિકઅપને રસ્તામાંથી દૂર કરવામાં આવ્યા.


Tags :