India

લાલુ પ્રસાદે બિહારના CM પદના ઉમેદવારનું એલાન કરતાં મહાગઠબંધનમાં હલચલ, કોંગ્રેસ શું કરશે?

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
RJD સુપ્રીમો લાલુ પ્રસાદે દીપ પ્રજ્જવલિત કરીને ગુરૂવારે પાર્ટીના રાજ્ય પરિષદની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. લાલુ યાદવે પાર્ટીના લોકોને કહ્યું કે, રાહ જોવાની જરૂર નથી. ગરીબ-દલિત અને આરજેડી માટે કામ કરનારાને જ ટિકિટ આપવામાં આવશે. આ સાથે લાલુ પ્રસાદ યાદવે એક મોટું એલાન કરી દીધું હતું જેને લઇને મહાગઠબંધનના સાથીઓમાં હલચલ મચી ગઇ હતી. કોંગ્રેસને ખાસ આ જાહેરાતથી વિચારવાની ફરજ પડી છે કારણ કે હજુ તો મહાગઠબંધનના સાથીઓ વચ્ચે બેઠક વહેંચણીની ફાઈનલ જાહેરાત પણ થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલુ પ્રસાદે બિહારના CM પદના ઉમેદવારનું એલાન કરતાં મહાગઠબંધનમાં હલચલ, કોંગ્રેસ શું કરશે?
Image: IANS

Bihar Election: RJD સુપ્રીમો લાલુ પ્રસાદે દીપ પ્રજ્જવલિત કરીને ગુરૂવારે પાર્ટીના રાજ્ય પરિષદની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. લાલુ યાદવે પાર્ટીના લોકોને કહ્યું કે, રાહ જોવાની જરૂર નથી. ગરીબ-દલિત અને આરજેડી માટે કામ કરનારાને જ ટિકિટ આપવામાં આવશે. આ સાથે લાલુ પ્રસાદ યાદવે એક મોટું એલાન કરી દીધું હતું જેને લઇને મહાગઠબંધનના સાથીઓમાં હલચલ મચી ગઇ હતી. કોંગ્રેસને ખાસ આ  જાહેરાતથી વિચારવાની ફરજ પડી છે કારણ કે હજુ તો મહાગઠબંધનના સાથીઓ વચ્ચે બેઠક વહેંચણીની ફાઈનલ જાહેરાત પણ થઈ નથી.  

આ પણ વાંચોઃ એર ઈન્ડિયાએ 8 ફ્લાઈટ રદ કરી, જેમાં 4 ઈન્ટરનેશનલ, દેશભરમાં મુસાફરો રઝળી પડ્યાં

તેજસ્વી યાદવ મુખ્યમંત્રી પદના ઉમેદવાર

લાલુએ તેજસ્વી યાદવને જ મહાગઠબંધન વતી સીએમ પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. લાલુ પ્રસાદ યાદવે આ બેઠકમાં કહ્યું કે,તેજસ્વી યાદવ દિવસ-રાત પરિશ્રમ કરીને પાર્ટીને આગળ વધારી રહ્યા છે તે માટે આભાર. કોઈ ભલે ગમે તેટલી ટીકા કરે, મુખ્યમંત્રી પદના એકમાત્ર દાવેદાર તેજસ્વી જ છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. નીતિશ કુમારના નેતૃત્વવાળી એનડીએ સરકારને દૂર કરીને કોઈપણ કિંમતે તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવાનો છે. ગરીબ-વંચિત, લઘુમતિ, અનુસૂચિત જાતિ, પછાત અને અતિ-પછાતને સત્તામાં ભાગીદારી આપવાની છે. 

નોંધનીય છે કે, લાલુ યાદવની આ જાહેરાત બાદ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, શું ઈન્ડિયા ગઠબંધન આ વાતનો સ્વીકાર કરશે? બીજી બાજું હવે આ જાહેરાત બાદ કોંગ્રેસ શું પ્રતિક્રિયા આપે છે, તે પણ જોવાનું રહ્યું.

આ પણ વાંચોઃ લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ

એકલા રહેતા પરિવાર વિશે શું જાણે?

પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ કહ્યું કે, તેજસ્વી જે નક્કી કરે, તેના આધારે આગળ વધવાનું છે. તમામ જાતિ-સમાજને સાથે લઈને ચાલવાનું છે. આમારી માટે તો બિહાર અને પાર્ટી જ પરિવાર છે. એકલા રહેતા લોકોને પરિવાર વિશે શું ખબર હોય! અમારા લોકોની સરકાર હતી તો બદના કરતા હતા. આજે ધોળા દિવસે હત્યા થઈ રહી છે. લૂંટ, દુષ્કર્મ અને અપહરણની ઘટના સામાન્ય બની ગઈ છે.