India

VIDEO: 'અમે ભારતના સૌથી મોટા ભાગેડુ...' લંડનમાં બર્થડે પાર્ટી કરતા^ જોવા મળ્યા વિજય માલ્યા અને લલિત મોદી

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
ભારતની બેન્કોને હજારો કરોડનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા અને આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર વિજય માલ્યાના 70મા જન્મદિવસની સાંજે યોજાયેલી પાર્ટીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંને જણા ભારતની કાયદાકીય સ્થિતિ અંગે અત્યંત શરમજનક રીતે મજાક કરતા જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'અમે ભારતના સૌથી મોટા ભાગેડુ...' લંડનમાં બર્થડે પાર્ટી કરતા^ જોવા મળ્યા વિજય માલ્યા અને લલિત મોદી

Lalit Modi And Vijay Malya Viral Video : ભારતની બૅન્કોને હજારો કરોડનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા અને આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર વિજય માલ્યાના 70મા જન્મદિવસની સાંજે યોજાયેલી પાર્ટીનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંને જણા ભારતની કાયદાકીય સ્થિતિ અંગે અત્યંત શરમજનક રીતે મજાક કરતાં જોવા મળે છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.

‘હું ભારતનો સૌથી મોટો ભાગેડુ’

વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં લલિત અને માલ્યા મહેમાનો સાથે વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન લલિત મોદી કેમેરા સામે પોતાને ભારતનો સૌથી મોટો ભાગેડુ ગણાવતો જોવા મળે છે. ભારતીય તપાસ એજન્સીઓ જેમને પકડવા માટે વર્ષોથી મથી રહી છે, તેવા વ્યક્તિ દ્વારા જાહેરમાં આ પ્રકારનો સ્વીકાર કરવો તે અત્યંત આશ્ચર્યજનક અને પડકારજનક માનવામાં આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર થયાના ગણતરીના કલાકોમાં જ હજારો લોકોએ તેને જોઈ તીખી પ્રતિક્રિયાઓ આપી છે.

આ પણ વાંચો : 13 હજાર કરોડના ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી, ઋતિક બજાજને દુબઈથી ભારત લવાયો

બંને ભાગેડુ એક દાયકાથી બ્રિટનમાં

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા અને લલિત મોદી બંને છેલ્લા એક દાયકાથી ભારતમાં ફાયનાન્સિયલ ક્રાઇમ અને મની લોન્ડરિંગના આરોપો હેઠળ તપાસના ઘેરામાં છે. લલિત મોદી આઇપીએલમાં નાણાકીય ગેરરીતિઓના આરોપ બાદ 2010માં ભારત છોડી લંડન ભાગી ગયો હતો. ઈડીની વિનંતી પર તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી થયેલી છે, જોકે તે તમામ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યો છે. વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સના નામે બૅન્કો સાથે અંદાજે 9000 કરોડની છેતરપિંડી કરી 2016થી બ્રિટનમાં આશરો લઈ રહ્યો છે. ભારતની વિશેષ અદાલતે તેને આર્થિક ભાગેડુ જાહેર કરેલો છે.

બંને ગંભીર ગુનેગારો છતાં બેફિકર થઈને પાર્ટીમાં વ્યસ્ત

ભારત સરકાર આ બંને ભગોડુઓને પ્રત્યાર્પણ સંધિ દ્વારા પાછા લાવવા માટે બ્રિટિશ કોર્ટમાં લાંબી કાયદાકીય લડાઈ લડી રહી છે. આટલી ગંભીર તપાસ અને કેસો હોવા છતાં લંડનની ગલીઓમાં તેમની આ પ્રકારની બેફિકર પાર્ટીઓ ભારતીય ન્યાયતંત્ર અને એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે.

આ પણ વાંચો : VIDEO: 'અહીં રહેવું હોય તો હિન્દી શીખો...', વિદેશી ફૂટબોલરને ધમકી આપનારા ભાજપ કાઉન્સિલરે માફી માગી